યોગી સરકાર કરી શકે છે મોટી જાહેરાત: યમુના એક્સપ્રેસ વેનું નામ બદલાશે- પૂર્વ વડાપ્રધાન નામની મળશે ઓળખ

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં યમુના એક્સપ્રેસ વે(Yamuna Express Way)નું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી(Atal Bihari Vajpayee)ના નામ પર રાખવામાં આવી શકે છે. વાસ્તવમાં 25 નવેમ્બરના…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં યમુના એક્સપ્રેસ વે(Yamuna Express Way)નું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી(Atal Bihari Vajpayee)ના નામ પર રાખવામાં આવી શકે છે. વાસ્તવમાં 25 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ(Noida International Airport)નો શિલાન્યાસ કરશે અને અહેવાલ છે કે આ દરમિયાન વડાપ્રધાન યમુના એક્સપ્રેસ વેનું નામ બદલવાની જાહેરાત કરી શકે છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ(Yogi Adityanath) અને ભાજપ(BJP)ના ટોચના નેતાઓ હાજર રહેશે.

મળતી માહિતી અનુસાર, બીજેપીના એક વરિષ્ઠ નેતા, જેમણે નામ જાહેર ન કરવાની શરતે કહ્યું, “આ નિર્ણય ભારતના સૌથી પ્રિય રાજકારણીને સન્માન આપવા માટે લેવામાં આવ્યો છે. અટલ બિહારી વાજપેયીને પાર્ટીના તમામ નેતાઓ આદર આપે છે અને એક્સપ્રેસ વેનું નામ બદલવાથી આવનારી પેઢીઓને તેમની મહાનતાની યાદ અપાશે.

યમુના એક્સપ્રેસ વે પર જેવર એરપોર્ટ બનાવવામાં આવશે એ સીએમ યોગી આદિત્યનાથનો મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. એવું માનવામાં આવે છે કે, આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર આ પ્રોજેક્ટની મદદથી તેના વિકાસના રોડમેપને આગળ વધારશે.

જેવર એરપોર્ટ યુપીનું પાંચમું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે:
બીજી તરફ, ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે દાવો કર્યો હતો કે રાજ્યમાં પાંચમું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. લખનૌમાં જારી કરાયેલા એક નિવેદનમાં, યુપી સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 25 નવેમ્બરના રોજ નિર્ધારિત નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટના શિલાન્યાસ સાથે, રાજ્ય હવે પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાના માર્ગ પર છે.

રાજ્યમાં 2012 સુધી માત્ર બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હતા, જ્યારે લખનૌ પછી વારાણસી આવે છે. 20 ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કર્યા પછી કુશીનગર ખાતેનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક શરૂ થયું હતું, જ્યારે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકનું કામ ચાલુ છે જ્યાં આગામી વર્ષની શરૂઆતમાં હવાઈ સેવાઓ શરૂ થવાની ધારણા છે.

નેશનલ કેપિટલ રિજન (NCR)માં નોઈડા નજીક જેવર ખાતે પાંચમું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવનાર છે. એકવાર નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું બાંધકામ પૂર્ણ થઈ જશે તો તે દેશનું સૌથી મોટું એરપોર્ટ બની જશે. આ એરપોર્ટનો પ્રથમ તબક્કો વાર્ષિક 12 મિલિયન મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવતો હશે અને તે 36 મહિનામાં પૂર્ણ થવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *