#YeddyurappaDiaries: જજો અને જેટલી-રાજનાથ-ગડકરી સહિતના નેતાઓને આપવામાં આવ્યા 1800 કરોડ

કોંગ્રેસે લોકસભા ચુનાવ ના ગણતરીના દિવસો બાકી છે તે અગાઉ જ એક ડાયરી બોમ્બ ફોડયો છે. એક પત્રિકામાં પ્રકાશિત ખબર ના આધાર પર કોંગ્રેસે ભાજપ…

કોંગ્રેસે લોકસભા ચુનાવ ના ગણતરીના દિવસો બાકી છે તે અગાઉ જ એક ડાયરી બોમ્બ ફોડયો છે. એક પત્રિકામાં પ્રકાશિત ખબર ના આધાર પર કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, જ્યારે બીએસ યેદીયુરપ્પા કર્ણાટકના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ નાણાં મંત્રી અરૂણ જેટલી, ગૃહ પ્રધાન રાજનાથસિંહ, વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સહિત ભાજપના કેટલાય નેતાઓને આપ્યા છે. કોંગ્રેસે યેદીયુરપ્પાની ડાયરી ના માધ્યમથી કહ્યું કે, ભાજપ ને બહુ જ મોટી રકમ  યેદીયુરપ્પા દ્વારા આપવામાં આવી છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ યેદિયુરપ્પાની ડાયરીના આધારે ખબર ને લઈને ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ચોકીદારની સાથે સાથે ચોકીદાર ના ચોરોની ચોરી પકડાઈ ગઈ છે. કોંગ્રેસ આ ડાયરી ને લઈને તપાસ કરવામાં આવે તેવી માંગ કરી રહી છે.

દિલ્હીના કોંગ્રેસ મુખ્યાલય પર પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતા રણદીપ સુરજેવાલા કહે છે કે, કર્ણાટકના તત્કાલિન મુખ્યમંત્રી અને યેદીયુરપ્પા સરકારે ભાજપને ૧૮૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા. તેમણે કહ્યું કે, મીડિયા માં આવેલી રિપોર્ટ અનુસાર આ વાત સામે આવી છે. સુરજેવાલાએ વધુમાં જણાવ્યું કે, આ ડાયરીમાં યેદીયુરપ્પાના હસ્તાક્ષર છે ડાયરીમાં લગભગ બાર નેતાઓના નામ છે. આ ડાયરી અનુસાર યેદિયુરપ્પાએ રાજનાથસિંહ થી લઈને અરુણ જેટલી સહિતના મોટા નેતાઓને લાંચ આપી છે. તેમણે વધુમાં કહ્યું કે ડાયરી અનુસાર 2600 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. જેમાંથી એક હજાર કરોડ રૂપિયા સીધેસીધા ભાજપની સેન્ટ્રલ કમિટીને આપવામાં આવ્યા હતા. આ સિવાય જજોને પણ લાંચ આપવામાં આવી છે.

કેરાવાન પત્રિકામાં પ્રકાશિત કથિત ડાયરીના પન્ના

રણજીત સુરજેવાલાએ કેરવાન પત્રિકાની રિપોર્ટના આધારે કહ્યું કે, આઈકર વિભાગ એ એક એવી ડાયરી કબજામાં લીધી છે. જેમાં ભાજપના નેતાઓને દોઢસો કરોડથી લઈને ૧૦ કરોડ સુધીના વ્યવહારો કરવામાં આવ્યા છે. તેની વિગતો નોંધાયેલ છે. ડાયરીમાં લખ્યા અનુસાર અમુક જજોને 250 કરોડ રૂપિયા આપવાનો પણ ઉલ્લેખ છે. ડાયરી અનુસાર અરુણ જેટલી અને નીતિન ગડકરીને 150- 150 કરોડ રાજનાથસિંહને સો કરોડ મુરલી મનોહર જોષી અને અડવાણીને 50- 50 કરોડ દેવામાં આવ્યા છે તેવી વાત નોંધવામાં આવી છે આ સિવાય બીજેપીની સેન્ટ્રલ કમિટીને પણ 1000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે તેવી વાત કરવામાં આવી છે.

સુરજેવાલાએ કહ્યું કે 14 ફેબ્રુઆરી 2017 એ યેદીયુરપ્પા ની ડાયરી ને લગતા વીડીયો અને અને તેની ટ્રાન્સ્ક્રિપ્ટ જાહેર કરવામાં આવી હતી. જે અનંત કુમાર અને ‘જેલ બર્ડ’ યેદીયુરપ્પા વચ્ચે ની વાતચીત હતી. હાલમાં ટેલિવિઝન ચેનલ દ્વારા આ તથાકથિત ડાયરી જાહેર કરવામાં આવી છે. જેમાં ૧૮૦૦ કરોડ રૂપિયા બીજેપી નેતાગીરીને પહોંચાડવામાં આવ્યા છે. તેવી વાત નોંધવામાં આવી છે અને આ ડાયરી ના દરેક પન્ના પર યેદીયુરપ્પાના હસ્તાક્ષર પણ છે.

સુરજેવાલાએ આગળ કહ્યું કે, જો આ ડાયરીમાં કોઈ સચ્ચાઈ નથી તો પ્રધાનમંત્રી મોદી જી થી લઈને ભાજપના દરેક નેતા સામે આ બાબતે તપાસ કેમ ન કરવામાં આવી? શું પ્રધાનમંત્રી પણ આ ડાયરી ની સચ્ચાઈ વિશે તપાસ કરાવશે કે નહીં? વધુમાં તેમણે પૂછ્યું કે જો હજાર ૮૦૦ કરોડની લાંચ લેવામાં આવી છે. તો આ પૈસા ગયા ક્યાં આ સવાલ સીધા છે અને આ સવાલોના જવાબ ચોકીદાર જ દેવો પડશે। આજે જ આ તપાસને નિષ્પક્ષ તપાસના આદેશ દેવામાં આવે અને લોકપાલ દ્વારા આ ડાયરી ની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *