‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ના નૈતિક સિંઘાનિયાની પોલીસે કરી ધરપકડ, ફરિયાદ નોંધાવનાર બીજું કોઈ નહિ પરંતુ…

Published on: 11:36 am, Tue, 1 June 21

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં નૈતિક સિંઘાનિયાની ભૂમિકા ભજવનાર અભિનેતા કરણ મેહરાની પોલીસે સોમવારે રાત્રે ધરપકડ કરી છે. આ વિવાદ બાદ કરણની પત્ની અને અભિનેત્રી નિશા રાવલે કરણ સામે ગોરેગાંવ વિસ્તારમાં ફરિયાદ નોંધાવી છે. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ આ કેસ નોંધવામાં આવ્યો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે.

નિશા અને કરણ વિશે વાત કરતાં બંનેના લગ્નજીવનમાં ઘણી મુશ્કેલી હોવાના અહેવાલો મળી રહ્યા છે. જો કે, નિશા રાવલે આવા અહેવાલોને એકદમ નકારી દીધા છે. નિશાએ કહ્યું હતું કે આ સાચું નથી. નિશા અને કરણે 2012 માં લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર પણ છે. પુત્રનું નામ કવિશ છે. નિશા ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાના દીકરા સાથે વીડિયો અને ફોટો શેર કરે છે. કરણ અને નિશાની જોડીને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

કરણ સાત વર્ષથી ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં મુખ્ય ભૂમિકામાં દેખાયો છે. તેણે આ શોમાં નૈતિક સિંઘાનિયાનું પાત્ર ભજવ્યું હતું. આ શોમાં હિના ખાન વિરોધી ભૂમિકામાં હતી. આ શો અને આ પાત્રના કારણે કરણ મહેરા ખુબ જ ફેમસ થયો હતો. હાલમાં આ શોમાં મોહસીન ખાન અને શિવાંગી જોશી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કરણે બિગ બોસ 10 માં પણ ભાગ લીધો હતો.

અને હાલ થોડા સમય પહેલા જ કરણને મુંબઈ પોલીસે જામીન આપીને છૂટો કર્યો છે, તેની જાણકારી પણ ANI દ્વારા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.