ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

દિલ્લીમાં ગઈકાલે લાગેલી આગ હજી સુધી સંપૂર્ણપણે કાબુમાં નથી આવી, મૃતકોના પરિજનો માટે 10-10 લાખ રૂપિયાનું વળતર

Yesterday's fire in Delhi is not yet fully controlled, compensation of Rs 10 lakh for families of the deceased

દીલ્હીમાં રવિવારની વહેલી સવાર અનેક જીંદગી માટે મોત બનીને આવી ગઇ હતી. અતિ ગીચ અનાજ મંડી વિસ્તારમાં ચાર માળની ગેરકાયદેસર બંધાયેલી એક ઇમારતમાં રવિવારે આગ લાગી હતી અને 43 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. અને 30થી વધુ લોકો દાઝી ગયા છે. અત્યાર સુધી 29 લાશોની ઓળખ થઇ ચૂકી છે. દિલ્હીની પાંચ હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોમાંથી 13 લોકોના હાલત ગંભીર છે. આ અકસ્માતમાં 25થી વધુ લોકોને રેક્સ્યૂ કરવામાં આવ્યા હતા.

સોમવારની સવારે પણ હજી સુધી આગ સંપૂર્ણપણે કાબુમાં નથી આવી શકી. બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર આવી રહ્યા છે. જેથી આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાયરબ્રિગેડની બે ગાડીઓ આગ પર કાબુ મેળવવા માટે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.

રાજધાની દિલ્હીમાં આ અત્યારસુધીની બીજાક્રમની આગની સૌથી ભયાનક ઘટના છે. આમ રાજધાની દિલ્હી ઉપહાર કાંડ બાદ ફરીથી આગની ઘટનાને કારણે ચર્ચામાં આવી છે. પોલીસે તપાસ કરવા માટે ફેક્ટરીને પહેલેથી જ સીલ કરી દીધી છે. આસપાસના લોકોને બેરિકેડિંગ કરીને બહાર રોકવામાં આવી રહ્યા છે. ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે.

લગભગ પાંચ કલાક સુધી ચાલેલા રાહત બચાવ અભિયાનમાં ફાયર બ્રિગેડ અને પોલીસે 60થી વધારે લોકોને સુરક્ષિત રીતે બિલ્ડિંગમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં સૌથી વધારે મોત ગુંગળામણના કારણે થયા હતા. દિલ્હી સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ કરવા માટે આદેશ આપ્યો છે અને સાત દિવસમાં એહેવાલ રજૂ કરવા માટે કહ્યું છે.

આગની વિનાશકતાનો અંદાજ એના પરથી જ લગાવી શકાય છે કે તેને ઓલવવા માટે 150થી ફાયરફાઇટરોને આશરે પાંચ કલાકનો સમય લાગ્યો હતો. બચાવ કામગીરી કરતી વેળાએ ફાયરના બે કર્મચારીઓને પણ ઇજા પહોંચી છે. આ બિલ્ડિંગમાં બીજા માળે શોટ સર્કિટથી લાગેલી આગ અન્ય માળમાં પણ ઝડપથી પ્રસરી હતી. બિલ્ડિંગમાં કોઇ સેફ્ટી ક્લીયરન્સ ન હતું અને તેમાં કાર્ડ બોર્ડ્સ જેવા ઝડપથી આગ પકડે તેવી વસ્તુઓ હોવાથી હોનારત વધી ગઇ હતી.

મૃતકોના પરિજનો માટે 10-10 લાખ રૂપિયાના વળતર: અરવિંદ કેજરીવાલ

રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ મૃતકોના પરિજનો માટે 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. તો બીજી તરફ ઇજાગ્રસ્તોને 1-1 લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે. અનાજ મંડીમાં અકસ્માતવાળી જગ્યાએ પહોંચેલા સીએમ કેજરીવાલે આ અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે 7 દિવસમાં રિપોર્ટ આવતાં આગની ઘટનાના દોષીઓ પર સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રીએ એલએનજેપી હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા.

મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયા આપશે: મનોજ તિવારી

ઘટનાસ્થળે પહોંચેલી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું ‘આ દર્દનાક સમાચાર છે. અત્યારે કોણ જવાબદાર છે કહી ન શકાય. તપાસ રિપોર્ટની રાહ જોઇ જોઇએ. અમે આ દુખદ ઘડીમાં વેદના વ્યક્ત કરીએ છીએ. અમે પીડિત પરિવાર સાથે ઉભા છીએ. અમે પાર્ટી તરફથી મૃતક પરિવારો માટે 5-5 લાખ રૂપિયા આપીશું અને ઇજાગ્રસ્તોને 25-25 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરીએ છીએ.

PMO એ મૃતકોની પરિજનોને 2-2 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત

દિલ્લીના રાની ઝાંસી રોડ વિસ્તારમાં સ્થિત અનાજ મંડી માં ભીષણ આગ લાગતાં 43 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં મૃતકોના પરિજનોને પીએમો એ વળતરની જાહેરાત કરી છે. પીએમઓએ મૃતકોના પરિજનોએ 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પીએમઓ અકસ્માતમાં ઘાયલોને 50-50 હજાર રૂપિયાની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.