પરિણીતાને શારીરિક ભૂખ ભારે પડી, ‘તું મારા રિમોટ કંટ્રોલનું રમકડું છે, હું તને જે કહું, તે તારે કરવું પડશે’

Published on Trishul News at 12:58 PM, Mon, 2 September 2019

Last modified on December 28th, 2020 at 12:24 PM

લિંબાયતની પરિણીતાને ફેસબુક ફ્રેન્ડ સાથેની મિત્રતા બાદ બાંધેલો શરીર સંબંધ ભારે પડયો હતો. પરિણીતા સાથેના શરીર સંબંધ બાદ ફેસબુક ફ્રેન્ડે તેણીને પોતાની સાથે મિત્રતા રાખવા બળજબરી કરી ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં રહેતી બે સંતાનોની 41વર્ષીય માતાની મોટાવરાછાના 20 વર્ષીય રાજન મનસુખ ગજેરા સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. આશરે સાતેક મહિના અગાઉ બંને વચ્ચે ફેસબુક પર થયેલી મિત્રતા બે માસ અગાઉ ચેટિંગથી આગળ વધી હતી. ત્યારબાદ બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી ફોન પર શરૃ થયેલી વાતચીતનો સંબંધ રૃબરૃમાં મળવા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા વધતા બંનેએ એકબીજાની મરજીથી શરીર સંબંધ પણ બાંધ્યો હતો.

રાજન તેણીને મન ફાવે તે સમયે મળવા બોલાવતો હોય અને તેણી પરિણીત હોવા સાથે દુકાનના વ્યવસાયમાં સંકળાયેલી હોય તેને મળવા જઈ શકતી નહોતી, જેને પગલે રાજન તેણીને ફોન કરી ગાળો ભાંડતો હતો, જે તેણીને નહીં ગમતા ફ્રેન્ડશીપ પર પૂર્ણવિરામ મૂકવા કહ્યું હતું, જેની જાણ તેણીએ પતિને પણ કરી હતી જેને લીધે ઉશ્કેરાયેલા રાજને તેણીને, ‘તુ મારા રિમોડ કંટ્રોલનું રમકડું છે, હું તને જે કહું તે તારે કરવું પડશે અને નહીં કરે તો તારા પરિવારનું શું થશે તે જોઈ લેજે અને તારી જિંદગી અને મોત મારા હાથમાં છે’.

રાજનની આવી ધમકીથી ભયભીત પરિણીતાએ મંગળવારે ફરિયાદ આપતા લિંબાયત પોલીસે ગુનો નોંધ્યો હતો. આ અંગે પીએસઆઈ એન. એમ. જોષી તપાસ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "પરિણીતાને શારીરિક ભૂખ ભારે પડી, ‘તું મારા રિમોટ કંટ્રોલનું રમકડું છે, હું તને જે કહું, તે તારે કરવું પડશે’"

Leave a comment

Your email address will not be published.


*