51 હજારમાં 1 કિલો ઘી વેચી કરોડોની કમાણી કરી રહ્યા છે ગુજરાતના આ ખેડૂત- જાણો એવું તો શું છે ઘી માં?

Published on: 5:14 pm, Fri, 10 June 22

ઘીએ ચરબીનું (Fat) સૌથી શુદ્ધ સ્વરૂપ છે. જેમાં દુધમાંના લેક્ટોઝ સહિત કોઈ પણ તત્વો હોતા નથી. એની સાથે ફક્ત ઘી જ એક એવો ખોરાક છે જે સ્થૂળ અને સુક્ષ્મ તેમજ દરેક પ્રકારના શરીર ને માફક આવે છે. રોજ બે થી ચાર ચમચી ઘી દરેક ઉંમરના સ્ત્રી-પુરુષે નિઃસંકોચ ખાવું જોઈએ. ઘી ને રોટલી, ચોખા, કઢી કે દાળ ગમેં તે સાથે ખાઈ શકાય.

ગુજરાતના અમુક વિસ્તારોમાં તો ખીચડી ને કઢીની પછી ખીચડી અને ઘી સૌથી વધુ ખવાતો ખોરાક છે. એ સાથે ઘીનો સ્મોક પોઇન્ટ ખૂબ ઉંચો હોવાના કારણે ઘી સાદી રસોઈ અને તળવા માટે આદર્શ છે. ઘીને તમારા રોજિંદી રસોઈમાં માં વાપરવાથી એ તમારા ભોજનમાં ઔષધીય ગુણોની સાથે સાથે તમારી રસોઈના સ્વાદ ને પણ નિખારે છે.

પુરાતન કાળથી જ આપણી સંસ્કૃતિમાં ઘીને દૈવી પદાર્થોમાંનું એક માનવામાં આવે છે, એનું સૌથી મોટું કારણ છે ઘીની વૈવિધ્યતા. એટલે કે ઘીને તમે ફક્ત શરીરની અંદર એટલે કે ખોરાક રૂપે જ નહીં પરંતુ શરીરની બહાર પણ વાપરી શકો. એવું કહેવાય છે કે રોજ ઘીનું એક ટીપું નાકમાં મુકવાથી ધડથી ઉપરના બધા જ અંગો એટલે કે ગળું, કાન, આંખ, ચહેરાની ત્વચા, વાળ, અને મગજને પોષણ મળે છે. અને આ પ્રયોગ રોજ કરવાના અઢળક ફાયદાઓ છે જેમ કે ત્વચાનો નિખાર, ચળકતા કાળા વાળ, આંખોની રોશની, અને સાંભળવાની શક્તિ વધે છે અને અનેં માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.

આજકાલ વધતા તણાવ (Stress & Depression) અને માનસિક રોગો માટે આ પ્રયોગ રામબાણ છે. એ સાથે રોજ નાભિમાં બે ત્રણ ટીપાં ઘીથી માલિશ કરવાથી સાંધાઓમાં જોઈતું ઉંજણ મળી રહે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે, પાચન શક્તિ વધારે છે અને ખીલ ધબ્બાથી રાહત આપાવે છે. શુ હજુ તમને ઘીના સુપરફૂડ (Super Food) હોવા પર સંશય છે ?

ડેરીનું ઘી ફુલક્રિમ માંથી બનતુ હોવાથી એનું આણ્વીક બંધારણ અલગ હોય છે આથી એ શરીર માં કોલેસ્ટેરોલ અને એમાંય LDL (ખરાબ કેલોસ્ટ્રોલ) ની વૃદ્ધિ કરે છે. જ્યારે વલોણાં નું ઘી LDL લેવલ ઘટાડશે. વ્યક્તિના લેબ પરીક્ષણ કરીને પણ સિદ્ધ કરી શકાય છે. વલોણાં ના ઘી માં ડેરીના ઘી કરતાં સાપેક્ષે ચિકાશ ઓછી હોય છે,વલોણાં ના ઘી ની એક્ષ્પાયરી ડેટ નથી હોતી. જયારે ડેરી ના ઘી પર છાપવી પડે છે કેમ કે હવા ના કારણે ઑક્સિડેશન થતાં રંગ ગંધ અને સ્વાદ ન ગમે એવાં બદલાય છે.

આજે આપણે વાત કરીશું જેમાં ગૌ સંચાલિત ખેતીથી અનોખી સિદ્ધિ થઈ છે. જેમાં ગુજરાતના ગોંડલ થી 7 કિલોમીટર દૂર આવેલા વોરા કોટડા રોડ પર રમેશભાઇ રૂપારેલીયા સંસ્થામાંથી 1 કિલો ઘી 3500 થી 51 હજાર રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું છે. રમેશભાઇ રૂપારેલીયા કે જેઓ ગીર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને ગૌ જતન સંસ્થા નામની ગૌશાળા અને સંસ્થા પણ ચલાવી રહ્યા છે.

રમેશભાઈ વાસના મકાનો સહિત ગામડાના કુદરતી વાતાવરણ વચ્ચે ગૌ જતન સંસ્થાન ગૌશાળામાં અનેક ગીર ગાયો રાખે છે. અને ત્યાં સાથે સાથે આધુનિક ખેતી અપનાવીને તેમણે ઘણીં બધી ગીર ગાયનું લાલન પાલન વૈદિક શાસ્ત્ર અને આયુર્વેદ પદ્ધતિથી કરવામાં આવે છે. અને સમગ્ર વાતાવરણ માં અલગ જાદુ છે. પ્રાકૃતિક ખેતીની સાથે સાથે તેઓ ગીર ગૌ જતન સંસ્થામાં તૈયાર કરાવેલા આયુર્વેદ અને વૈદ્ય શાસ્ત્રોક્ત વિધિથી જુદા જુદા પ્રકારના ઘી કે જે તેઓ એક કિલો નાં 300 થી લઈને 51 હજાર રૂપિયા ભાવ સુધીનું વેચી રહ્યા છે.

રમેશભાઇ રૂપારેલીયા જણાવી રહ્યા છે કે તે જે 51000 રૂપિયે કિલો ઘી વેચી રહ્યા છે તે કોઈ સામાન્ય ઘી નથી હોતું એક ખાસ પ્રકારની પ્ર્કીર્યા હોય છે ચાલો આના વિષે આપણે થોડી વધારે રસપ્રદ માહિતી જાણીએ તો રમેશભાઈ જણાવી રહ્યા છે કે આ ઘી બનાવવા માટે ગાયને 34 પ્રકારની આયુર્વેદિક જડીબુટી ખોરાકમાં આપવામાં આવે છે. આ ઘી માટે આરબના શેખોથી લઈને અમેરિકા સુધીના લોકોની લાઈન લાગી છે.

રમેશભાઈએ પોતાની સુજબુજથી ખેતીને ગૌ આધારિત બનાવી. આજે ખેતીની સાથે-સાથે ગીર ગાયોના દૂધમાંથી બનવી પ્રોડક્ટ વેચીને તેઓ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.રાજ્યના અન્ય ખેડૂતો પણ આવો માર્ગ અપનાવે તે જરૂરી બન્યું છે. અને ખુબજ સારી અને ગર્વની વાત કેહવાય કે તેઓ ગીર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને ગૌ જતન સંસ્થા નામની ગૌશાળા અને સંસ્થા પણ ચલાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.