અહિયાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનારને મળી રહી છે ‘રામ’ નામ લખવાની સજા

Published on Trishul News at 6:37 PM, Mon, 17 May 2021

Last modified on May 17th, 2021 at 6:37 PM

કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન અને કડક નિયમો લગાવવામાં આવ્યા છે. આવી કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં પોલીસ તંત્ર રસ્તાઓ પર લોકડાઉનને અનુસરવા ખડે પગે ઉભી છે.

જયારે લોકડાઉન વચ્ચે ઘણા રાજ્યો અને જીલ્લા પોલીસ લોકોને લોકડાઉનના નિયમોનું પાલન ન કરવા બદલ જુદી જુદી સજા આપી રહ્યા છે. ત્યારે કેટલાક રાજ્યોમાં લોકડાઉનના નિયમો તોડવામાં આવે છે. ત્યારે પોલીસ લોકોને જુદી જુદી સજા આપે છે. તો ક્યારેક પોલીસ લોકોને રસ્તા પર કસરત કરાવે છે તો ઘણી જગ્યાએ લોકોને ઉભા રાખીને દંડ પણ વસુલવામાં આવે છે.

ત્યારે આ કોરોના કાળમાં મધ્યપ્રદેશના સતના જીલ્લામાં લોકડાઉન દરમિયાન જો કોઈ વ્યક્તિ લોકડાઉનના નિયમો તોડવા પર અનોખી સજા આપવામાં આવી રહી છે. જે સોશીયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બની છે. મધ્યપ્રદેશનાં સતના જિલ્લામાં જો કોઈ વ્યક્તિ લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેઓને ‘રામ’ નામ લખવાની સજા કરવામાં આવી રહી છે. સતનામાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સજામાં રામ રામ નામ લખવા પડે છે.

સતનાનાં કોલગવાન પોલીસ સ્ટેશનનાં એસઆઈ સંતોષસિંહે કહ્યું છે કે, લોકડાઉન દરમિયાન જે લોકો બિનજરૂરી રીતે બહાર નીકળતા હોય છે તેમને ચાર-પાંચ પાના પર રામ નામ લખીને છોડી દેવામાં આવે છે. સાથે એસઆઈ સંતોષસિંહે કહ્યું છે કે, ઘણા લોકોને ચાર-પાંચ પાના પર રામનું નામ લખવા 30 થી 45 મિનિટ જેટલો સમય લાગે છે. અમે ભગવાન શ્રી રામનું નામ તેમને ઘરે રહેવા માટે અને તેમના પરિવારોની સર-સંભાળ રાખવા માટે લેવાની ભલામણ કરીએ છીએ. એસઆઈ સંતોષસિંહે કહ્યું છે કે, સતના જીલ્લામાં કર્ફ્યુંને કડક રીતે અમલ કરવા માટે અમે કુલ ૨૦ જેટલા ચેક પોઈન્ટ બનાવ્યા છે. અમને લોકોને લોકડાઉનનું પાલન ન કરનારા લોકોને સજા કરવાની આ અનોખી રીતનો વિચાર અમને લોકોને ત્યારે આવ્યો જયારે નજીકના કોઈ ધાર્મિક સમુદાય દ્વારા આ પુસ્તકો દાન કરવામાં આવી.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ પહેલા અમે લોકડાઉનના નીયમોનું પાલન ન કરવાના બદલામાં 45 મિનિટથી એક કલાક ઉઠક-બેઠક કરવાનું કહેતા હતા. ત્યાર પછી તેઓને એક કલાક બેસવાનું કહેવામાં આવતું હતું અને ત્યાર બાદ ચેતવણી આપીને જવા દેવામાં આવતા હતા. તેથી અમે વિચાર્યું કે જયારે લોકોને પકડવામાં આવે ત્યારે તે લોકો ખાલી હાથે બેઠા હોય ત્યારે તેમણે આ રામ નામ લખાવવામાં આવે અને સાથે એ પણ ચેતવણી આપવામાં આવી કે બહાર ફરવા કરતા ઘરે રહીને માતા-પિતાની સંભાળ રાખવામાં આવે.

સાથે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે સજા આપતા પહેલા અમે ચકાસણી કરીએ છીએ કે રામનું નામ લખવું એ તેમની ધાર્મિક માન્યતાની વિરુદ્ધ તો નથી ને..!! એસઆઈ સંતોષસિંહે કહ્યું છે કે, લોકોને તેમની મરજી મુજબ આવું કરવાનું કહેવામાં આવ્યું છે. અમે લોકો છેલ્લા ૩ દિવસથી આ કાર્ય કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં કુલ ૨૫ લોકોને સજા કરવામાં આવી છે. જેમાંથી કોઈની પણ ફરિયાદ અમને મળેલ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "અહિયાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનારને મળી રહી છે ‘રામ’ નામ લખવાની સજા"

Leave a comment

Your email address will not be published.


*