પેટ્રોલ પંપ પર તમને મળે છે આ ફ્રી સુવિધાઓ- જો તમને આનો લાભ લેતા રોકવામાં આવે તો અહી કરો ફરિયાદ

Published on: 6:36 pm, Thu, 10 June 21

જયારે લોકો પેટ્રોલ પંપ પર જાય છે ત્યારે ખિસ્સા ખાલી જાય છે. કારણ કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ હમેંશા વધતો રહે છે. તમે પણ સપ્તાહમાં એક વાર પેટ્રોલ ભરાવવા જતા હશો. પરંતુ તમે શું જાણો છો કે તમને પેટ્રોલ પંપ પર ઘણી સુવિધાઓ ફ્રીમાં મળી રહે છે. માર્કેટિંગ ડિસિપ્લિન ગાઇડલાઇંસ હેઠળ કેટલાક કાયદાઓ અને નિયમો બનવવામાં આવ્યા છે. તો અમે તમને જણાવી દઈએ કે કેવી જ્કેવી સુવિધાઓ આપને સૌને આ સુવિધાઓ પેટ્રોલ પંપ પર ફ્રીમાં મળે છે.

ફ્રી હવા:
આપણે સૌ પેટ્રોલ પંપ પર હવા ભરવાનું મશીન મુકવામાં આવ્યું હોય છે. આ હવાનું મશીન ફ્રીમાં સેવા આપતું એક છે. જે પણ પેટ્રોલ પંપના માલિક હોય તો તેમને આ મશીન મુકાવવાનું હોય છે. જે પણ લોકો પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર આવે છે તેમની ગાડીમાં કોઈ પણ ચાર્જ વગર ફ્રી માં હવા ભરી આપવામાં આવે છે. ગાડીમાં હવા ભરાવવા માટે કોઈ ગ્રાહકને કોઈ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. પેટ્રોલ પંપના માલિકને આ કાર્ય માટે અલગથી એક વ્યક્તિને રાખવાનો હોય છે.

પીવાનું ચોખ્ખુ પાણી:
પેટ્રોલ પંપ પર પીવા માટે શુદ્ધ પાણીની સુવિધા કરવી જરૂરી છે. ગ્રાહકો અહિયાં આવીને પીવાનું શુદ્ધ પાણી માંગી શકે છે અને આ સુવિધા પણ પેટ્રોલ પંપ તરફથી ગ્રાહકોને ફ્રીમાં આપવામાં આવે છે. આ સુવિધા માટે પેટ્રોલ પંપના માલિક દ્વારા આરઓ પ્યુરિફાયર લગાવડાવામાં આવે છે. જયારે અન્ય કેટલાક પેટ્રોલ પંપ પર ઠંડા પાણીની પણ સુવિધા કરવામાં આવે છે.

શૌચાલયની સુવિધા:
પેટ્રોલ પંપ પર શૌચાલયની સુવિધા ખુબ જ અનિવાર્ય છે. આ સુવિધા ગ્રાહકોને કોઈ પણ ચાર્જ વગર આપવાની હોય છે. એટલું જ નહિ પરંતુ તેમને આ શૌચાલય સમયાન્તરે સાફ કરવું અનિવાર્ય છે. જો કોઈ ગ્રાહકને આ સુવિધાઓને લઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાય અથવા તો શૌચાલયમાં સફાઈ કરવામાં ન આવતી હોય તો પેટ્રોલ પંપ વિદુધ ફરિયાદ પણ દાખલ કરાવી શકો છો. ગ્રાહક દ્વારા કરવામાં આવેલ ફરિયાદ પર પેટ્રોલ પંપના માલિકને જવાબ પણ આપવો પડી શકે છે.

ફોન:
જો તમને કોઈ તાત્કાલિક કારણોસર કોઈ ફોન કરવો હોય તો પેટ્રોલ પંપ પર આ સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. પેટ્રોલ પંપ શરુ કરવાની સાથે જ ટેલીફોન નંબર પણ શરુ કરવામાં આવે છે, જેને લીધે પેટ્રોલ ભરાવવા આવેલા લોકો તેમનો ઉપયોગ કરી શકે.

ફર્સ્ટ એડ કિટ:
તમામ પેટ્રોલ પંપ પર ફર્સ્ટ એડ કિટ કે પ્રાથમિક ઉપચાર કિટ રાખવી આવશ્યક છે. તમામ પેટ્રોલ પંપ પર આ સુવિધા ગ્રાહકોને વિનામૂલ્યે આપવામાં આવે છે. જો અનિવાર્ય સંજોગો અનુસાર કોઈ ઘટના બને તો હોસ્પિટલ પહોચતા પહેલા આ કીટનો તુરંત જ ઉપયોગ કરવામાં આવે છે.

ક્વોલિટી અને ક્વોંટીટી ચેક:
તમામ ગ્રાહકોને પેટ્રોલની ક્વોલિટી તપાસવાનો અધિકાર મળે છે. ગ્રાહકો ક્વોલિટીની સાથે સાથે ક્વોંટીટીની તપાસવાનો અધિકાર મળે છે. તેમની સાથે પેટ્રોલ પંપ પર હંમેશા અગ્નિશામક ઉપકરણ હોવા અત્યંત જરૂરી છે જેથી આગ લાગવાની કોઇ ઘટના બને તો તેનો ઉપયોગ કરીને તરત જ ઓલવી શકાય.

જો તમને લોકોને કોઇ પણ સુવિધાનો લાભ લેવાથી રોકવામાં કે ટોકવામાં આવે અથવા તો કોઇ મુશ્કેલી સર્જાય તો તમે પણ પેટ્રોલ પંપની બહાર આપેલા ગ્રાહક સુવિધા નંબર પર ફોન કરીને ફરીયાદ નોંધાવી શકો છો અથવા તો http://pgportal.gov.in/. પર જઇને તમારી ફરીયાદને રજીસ્ટર કરાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.