“નોકરી કરવી હોય આવી કરવી” માત્ર આટલું કામ કરવાના મળે છે અહિયાં 29 લાખ રૂપિયા અને આલિશાન મહેલ

તમે જાણતા હશો કે આજના યુગમાં ભણેલા-ગણેલા લોકો પણ બેરોજગાર રખડે છે અને જો ભૂલથી નોકરી મળી પણ જાય તો તેમની ઈચ્છા મુજબ પગાર મળતો…

તમે જાણતા હશો કે આજના યુગમાં ભણેલા-ગણેલા લોકો પણ બેરોજગાર રખડે છે અને જો ભૂલથી નોકરી મળી પણ જાય તો તેમની ઈચ્છા મુજબ પગાર મળતો નથી. અને આવા સમયે લંડનના નાઇટ્સબ્રિજમાં એક દંપતિએ એવી નોકરી બહાર પાડી છે, જેના માટે તમે પણ અરજી કરી શકો છો. આ દંપતિને એક એવો વ્યક્તિ જોઇએ છે, જે તેના બે કુતરાઓને સાચવી શકે. તેના બદલે તેઓ વર્ષે 29 લાખ રૂપિયા પગાર આપવા તૈયાર છે.

આ દંપતિએ તેના ઘરમાં બે ગોલ્ડન રિટ્રિવર કુતરા પાળ્યા છે અને તે દંપતી પોતાના કામના કારણે મોટાભાગે ઘરની બહાર જ રહે છે. તેવામાં તેઓ આ કુતરાનું ધ્યાન નથી લઇ શકતાં. તેથી તેઓ એક એવા વ્યક્તિની શોધમાં છે જે આ કામ કરી શકે. અને આ વ્યક્તિ કોઈ પણ હશે તે ચાલે. તેવું દંપતીએ કહ્યું છે.

પગાર સિવાય દંપતિ તે માણસને પોતાના 6 માળના આલિશાન ઘરમાં રહેવાની જગ્યા પણ આપી રહ્યા છે. દંપતિએ ‘સિલ્વર સ્વાન સર્ચ’ નામની એક વેબસાઇટ પર આ નોકરી માટે જાહેરાત આપી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે તેમને  કેવા પ્રકારનો ઉમેદવાર જોઇએ છે. આ વેબસાઇટ પર જઇને તમે નોકરી માટે અરજી કરી શકો છો. અને જે કામ કરવાના છે તેનું પણ એક લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.

દંપતિ અનુસાર, તેમને એવો ઉમેદવાર જોઇએ છે, જે પહેલાં પણ કુતરાઓની સારસંભાળ લઇ ચુક્યો હોય, તેને હાઉસકિપિંગનો અનુભવ હોય, ભોજન બનાવતા આવડતું હોય, ફિટ હોય, એક્ટિવ હોય અને સાથે જ વિશ્વાસપાત્ર અને મહેનતી પણ હોય. ખાસ વાત એ છે કે આ નોકરીમાં વ્યક્તિએ અઠવાડિયાના પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર જ કામ કરવાનું છે. તેના બદલે તેને 30 થી 32 હજાર પાઉન્ડ્સ એટલે કે આશરે 29 લાખ રૂપિયાની સેલરી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *