ભારતમાં જ આવેલું છે આ વૃક્ષ,જેની સુરક્ષા માટે 24 કલાક હાજર રહે છે પોલીસ, જાણો શું છે કારણ?

Published on Trishul News at 3:35 PM, Sun, 17 November 2019

Last modified on July 31st, 2020 at 11:33 AM

આજકાલ, કોઈપણ માણસને તકલીફ થતાં તેને સુરક્ષા આપવામાં આવે છે. તમે ઘણી વાર નેતાઓ અને અભિનેતાઓના રક્ષણ હેઠળ વીઆઈપી ટ્રીટમેન્ટ જોઇ હશે. પરંતુ શું તમે જાણો છો કે, આપણા દેશમાં એક એવું વૃક્ષ પણ છે જેને સુપરસ્ટારનો દરજ્જો મળ્યો છે. પોલીસ આ વૃક્ષને બચાવવા 24 કલાક તૈનાત છે.

આ વીઆઈપી વૃક્ષ ક્યાં છે?આ વીઆઈપી વૃક્ષ મધ્યપ્રદેશના ભોપાલ અને વિદિશાની વચ્ચે સ્થિત સલામતપુરની ટેકરી પર આવેલું છે. આ એક વડનું ઝાડ છે જેને સુપરસ્ટારની જેમ દેખભાળ મળી રહી છે. આટલું જ નહીં, દર વર્ષે 12 થી 15 લાખ રૂપિયા પણ આ ઝાડની સુરક્ષામાં ખર્ચવામાં આવે છે.

ચાર ગાર્ડ સુરક્ષામાં રોકાયેલા છે:આ વૃક્ષની સુરક્ષામાં ચાર ગાર્ડ રોકાયેલા છે, જે આ વૃક્ષની સંભાળમાં ૭ દિવસ અને ૨૪ કલાક ઉભા રહે છે.આ વૃક્ષ માટે ખાસ પાણીના ટેન્કરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઝાડમાં શું છે:આ વૃક્ષ 21,સપ્ટેમ્બર 2012 ના રોજ શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે દ્વારા રોપવામાં આવ્યું હતું. તે બોધી વૃક્ષ છે. બૌધ્ધ ધર્મમાં બોધી વૃક્ષ નું વિશેષ મહત્વ છે.ત્રીજી સદીમાં બોધી વૃક્ષની એક ડાળી ભારતથી શ્રીલંકા લઈ જવામાં આવી હતી અને તે ડાળી અનુરાધાપુરામાં લગાવાઈ હતી. એવું કહેવામાં આવે છે કે, આ એ જ બોધી વૃક્ષની એક ડાળી હતી જેના હેઠળ ભગવાન બુદ્ધે મોક્ષ મેળવ્યો હતો.

તેથી,આ બોધી વૃક્ષના મહત્વને ધ્યાનમાં લઈને સરકારે તેની સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. જેથી આ પ્રાચીન વૃક્ષ સંપૂર્ણ સલામત રહી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ભારતમાં જ આવેલું છે આ વૃક્ષ,જેની સુરક્ષા માટે 24 કલાક હાજર રહે છે પોલીસ, જાણો શું છે કારણ?"

Leave a comment

Your email address will not be published.


*