આવતીકાલથી કોંગ્રેસ યુવા નેતા હાર્દિક પટેલ ખેડુતો માટે પડધરીમાં ઉપવાસ પર ઉતરશે, જુઓ શું કહ્યું હાર્દિકે..

હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે, ખેડૂતોને તાત્કાલિક ધોરણે પાક વીમાનું વળતર આપવામાં આવે છે. હજુ આ જાહેરાતને ગણતરીના કલાકો થયા છે. તે સાથે…

હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે, ખેડૂતોને તાત્કાલિક ધોરણે પાક વીમાનું વળતર આપવામાં આવે છે. હજુ આ જાહેરાતને ગણતરીના કલાકો થયા છે. તે સાથે સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં ૧૩ નવેમ્બર થી રાજકોટ જિલ્લાના પડધરી ખાતે પ્રતિક ઉપવાસ બેસવાની જાહેરાત કરી હતી. હાર્દિક પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં બે માંગ કરી છે. જેમાં ખેડૂતોને તત્કાલીન ધોરણે સંપૂર્ણ પાક વિમો આપવામાં આવે અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતો નું દેવું થયું હોય તે સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરી છે.

હાર્દિક પટેલે વળતર માટે ઠાગાઠૈયા કરતી વીમા કંપનીઓ સામે એક થવા હાકલ કરી અને ખેડૂતોને આ તમામ રાજકીય પક્ષો જ્ઞાતિ-જાતિ છોડી એક ખેડૂત તરીકે જ એક મંચ ઉપર આવવાનો સમય પાક્યો હોવાનુ જણાવી ખેડુતોને એક થવા માટે હાંકલ કરતી પોસ્ટ સોશિય મીડિયા પર શેર કરી છે.

તેણે જણાવ્યું કે, મારી સાથે પ્રતિક ઉપવાસમાં 7 હજારથી વધારે ખેડૂત જોડાશે અને એકથી સવા વર્ષ લાંબો સત્યાગ્રહ કરવામાં આવશે. સરકાર પાસે કરોડો રૂપિયા પડ્યા છે તો તે ખેડૂત સુધી પહોંચતા કેમ નથી. અમારો અવાજ સરકાર સુધી પહોંચશે અને સરકારે સાંભળવું પણ પડશે.

હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે એક પણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર નહોતો કર્યો. તો ભાજપ સામે પણ આરોપ લગાવ્યો છે કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવારને રિપીટ કર્યા. પરંતુ રાધનપુર બેઠક પર ઉમેદવાર બદલ્યા અને ભાજપ સામે નબળો ઉમેદવાર ઊભા રાખ્યા. ભાજપે લવિંગજી ઠાકોરને ટિકિટ આપી હતી અને જેમની અલ્પેશ ઠાકોર સામે હાર થઈ હતી.

હાલ તો ખેડૂતો માટે ખુબ કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે. ખેડૂતોની વેદના સાંભળનાર હાલમાં કોઈ નથી. ખેડૂતોને એક જન આંદોલનની જરૂર છે અને તેમનું નેતૃત્વ કરે એવા એક નેતાની. હાર્દિક પટેલ ખેડૂતોનું નેતૃત્વ કરીને તેમને ન્યાય અપાવા સક્ષમ નેતા દેખાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *