પ્રેમી ડોક્ટર ગર્લફ્રેન્ડને મળવા હોસ્ટેલમાં ઘુસી ગયો- પણ એક ભૂલના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો

મધ્યપ્રદેશ(Madhyapradesh)માં ઇન્દોર(Indore) જિલ્લામાંથી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. જ્યાં ખૂબ ઓછી ઉંમરમાં એક પ્રતિભાશાળી ડોક્ટરને પોતાના જીવથી હાથ ધોવા પડ્યા છે. અહીંયા એક યુવાન…

મધ્યપ્રદેશ(Madhyapradesh)માં ઇન્દોર(Indore) જિલ્લામાંથી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. જ્યાં ખૂબ ઓછી ઉંમરમાં એક પ્રતિભાશાળી ડોક્ટરને પોતાના જીવથી હાથ ધોવા પડ્યા છે. અહીંયા એક યુવાન ડોક્ટરે પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે હોસ્ટેલ પહોંચ્યો હતો. તેને મળીને પાછો આવી રહ્યો હતો તે સમયે ડોક્ટરનો પગ પરથી લપસી પડ્યો. બાદમાં ડોક્ટરનું હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું.

હકીકતમાં આ આખો મામલો ઇન્દોરના ઇન્ડેક્સ મેડિકલ કોલેજનો છે. અહીંયા ફરજ પર રહેલા એક ડૉક્ટરે એ સમયે લપસીને જીવ ગુમાવ્યો જ્યારે તેઓ ગર્લફ્રેન્ડને મળી પાછા આવી રહ્યા હતા. તેઓ ગર્લ્સ હોસ્ટેલના ત્રીજા માળેથી પાઇપ દ્વારા નીચે આવી રહ્યા હતા. આ દરમિયાન ઉપરથી ડોક્ટરનો પગ લપસી ગયો. ઉતાવળમાં તેમને ઇન્દોરના જ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા.

ડોક્ટર નું નામ આયુષ છે. આયુષ અને તેમની ગર્લફ્રેન્ડ એકસાથે એમબીબીએસનો અભ્યાસ કર્યો હતો અને આયુષ હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી રહ્યા હતા. લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ પોતાની ગર્લફ્રેન્ડ પાછી ઇન્દોર આવી હતી. ત્યાર પછી તેઓ તેને મળવા હોસ્ટેલ પહોંચ્યા હતા.

તે વિસ્તારના એસપી સુરજ વર્માએ જણાવ્યું હતું કે ઈન્ડેક્સ મેડિકલ કોલેજના ડોક્ટર આયુષનું મૃત્યુ થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે તપાસ ચાલી રહી છે જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ દ્વારા ઊતરી રહ્યા હતા. હાલમાં તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *