સુરત ભાજપના ગઢમાં મોટું ગાબડું: ભરવાડ સમાજના યુવા અગ્રણી AAPમાં જોડાયા

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં 27 સીટ પર આમ આદમી પાર્ટી વિજેતા બની હતી. ત્યારે હવે સુરત શહેરમાં ભાજપને ખુબ જ મોટા ઝટકા લાગી રહ્યા છે.…

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં 27 સીટ પર આમ આદમી પાર્ટી વિજેતા બની હતી. ત્યારે હવે સુરત શહેરમાં ભાજપને ખુબ જ મોટા ઝટકા લાગી રહ્યા છે. ઘણા ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ આમ આદમી પાર્ટીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને આપમાં જોડાઈ રહ્યા છે.

ત્યારે હવે કામરેજના વી.ડી. ઝાલાવાડીયા ના ગઢમા મોટું ગાબડું પડ્યું છે. ભાજપથી નારાજ એવા ભરવાડ સમાજ ના યુવા અગ્રણી અને ભાજપ યુવા મોરચા ના કાર્યકર રઘુભાઈ ગલાણી તેમના ગ્રુપ સાથે આમ આદમી પાર્ટીમા જોડાયા છે.

દિલ્હીના ધારાસભ્ય અને ગુજરાત પ્રભારી શ્રી ગુલાબસિહજી યાદવ અને સુરત શહેર યુવા પ્રમુખ પંકજ ધામેલિયા અને અજયભાઈ દૂધાત ની અધ્યક્ષતા હેઠળ આમ આદમી પાર્ટીમા જોડાયા. સુરતમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે.

અગાઉ પણ આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અડાજણ અને રાંદેર વિસ્તારમાંથી 400થી વધુ ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

જોવા જઈએ તો જે વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું સંગઠન ખૂબ જ નબળી છે તે વિસ્તારમાં પણ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકો જોડાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *