4 વર્ષના પ્રેમસંબંધનો આવ્યો કરુણ અંત: રાજકોટની યુવતીએ મંગળસૂત્ર પહેરી પ્રેમી સાથે ઝેરી દવા પી ને કર્યો આપઘાત

આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. મુળી તાલુકામાં આવેલ વીરપર ગામની સીમમાં રાયસંગપરના…

આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. મુળી તાલુકામાં આવેલ વીરપર ગામની સીમમાં રાયસંગપરના પરણીત યુવાન તથા કારિયાણીની અપરિણીત યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. બંને રાજકોટમાં રહેતાં હતાં ત્યારે 4 વર્ષ અગાઉ પ્રેમ સંબંધ થયો હતો પણ એક ન બની શકતાં સીમમાં આવીને પહેલા યુવતીને સેથો પૂરીને મંગળસૂત્ર પહેરાવ્યા પછી બંનેએ ઝેરી દવા પી જીવનનો અંત લાવી લીધો હતો.

જીવનમાં કેટલાંક લોકો એવા હોય છે કે, જેમને કોઇની સાથે પ્રેમ સંબંધ થયા પછી તેમને પોતાના પ્રિય પાત્રની સાથે લગ્ન કરીને જીવન જીવવાની તક મળતી હોય છે પણ કેટલાંક લોકો એવા પણ હોય છે કે, તેમને પ્રેમ તો થઇ જાય છે પરંતુ સમાજ અથવા તો પરિવારના ભય કે પછી બીજા કોઇ કારણસર એક બનીને જીવન જીવી શકતા નથી.

રાયસંગપરના પરિણીત યુવાન હરેશ ઝાલા તથા કારીયાણીની અપરણીત યુવતી દક્ષાના પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. હરેશ ઝાલાના લગ્ન લગભગ 4 વર્ષ અગાઉ શેખપરમાં રહેતા મીનાબેનની સાથે થયા હતા. બંનેના લગ્ન જીવનમાં દિકરીનો જન્મ થયો હતો. હાલમાં 2 વર્ષની છે.

હરેશ કેટલાંક સમયથી રાજકોટમાં રહીને ફેકટરીમાં કામ કરતો હતો. ત્યા દક્ષા તથા હરેશ બંને એક વિસ્તારમાં રહેતા હતા. સાથે રહેવાથી બંનેની આંખ મળી ગઇ હતી તેમજ ગાઢ પ્રેમ સબંધ થયો હતો. એકબીજાની સાથે જીવવુને સાથે મરવા જેવો પ્રેમ હોવાં છતા બંને સાથે રહી શકતા ન હતા.

આ દરમિયાન થોડા દિવસ અગાઉ હરેશ રાજકોટથી પોતાના ગામ રાયસંગપર આવ્યો હતો. ગુરૂવારની બપોરે દક્ષા પોતાના ઘરનાને કંઈપણ કહ્યાં વિના ઘરેથી નીકળી ગઇ હતી. ત્યારબાદ દક્ષા તથા હરેશ બંનેએ ભેગા થઇને વીરપરની સીમમાં આવ્યા હતા. જયા મરતા પહેલા બંનેએ લગ્ન કર્યા હતા.

કુંવારી દક્ષાના સેથામાં સિંદૂર તથા ગળામાં મંગળસૂત્ર બાંધેલું હતું. ત્યારબાદ બંનેએ મોનોકોટો નામની ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. શુક્રવારે માલધારીઓ પશુને ચરાવવા માટે વીરપરની સીમમાં આવેલ થોરાળ વળી તલાવડી તરફ જઈ રહ્યાં હતા ત્યારે કપડું પાથરીને યુવક તથા યુવતીને સુતેલા જોઇ ડઘાઇ ગયા હતા.

બાજુમાં જઇને જોયું તો બંનેના મૃતદેહ હતા. ઘટનાની જાણ થતાની સાથે જ રોહિતભાઈ રાઠોડ સહિતની ટીમ દોડી પહોચી હતી. તપાસ કરતા હરેશના ખીસ્સામાંથી મળી આવેલ આધાર કાર્ડથી તેની ઓળખ થઇ હતી. ઘટના સ્થળની આજુબાજુમાં તપાસ કરતા ઝેરી દવાની શીશી પણ મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *