ઘરવાળીના અસહ્ય ત્રાસથી કંટાળી યુવકે બે બાળકો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું- મરતા પહેલા વિડીયો બનાવી કહ્યું…

Published on: 11:57 am, Fri, 25 November 22

હાલ ગાંધીનગર (Gandhinagar)ના પરઢોલ(Pardhol) ગામમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ પોતાના બે દીકરાઓ સાથે નર્મદા કેનાલમાં છપલાવી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ પહેલા યુવકે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે શા માટે આપઘાત કર્યો તેનું કારણ જણાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, વિનોદ ઠાકર નામનો યુવક ગાંધીનગરના પરઢોલ ગામનો રહેવાસી હતો. વિનોદની આર્થિક સ્થિતિ સારી ન હતી. તે મજુરી કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો હતો. તેમજ છેલ્લા ઘણા સમયથી તેની અને તેની પત્ની વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતોને લઈને ઝઘડાઓ થતા હતા. તેની પત્ની તેની સાથે રહેવા માંગતી ન હતી.

જેને પગલે વિનોદે પોતાની પત્નીને ખૂબ જ સમજાવી હતી, પરંતુ તેની પત્ની સમજવા તૈયાર ન હતી. તેમજ તેની પત્નીએ કહ્યું કે, તારે જે કરવું હોય એ કર, મારે કોઈ લેવાદેવા નથી, તારે મરી જવું હોય તો મરી જા. આવું સાંભળવાની સાથે જ વિનોદને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું.

આ રીતે પોતાની પત્નીના ત્રાસથી કંટાળીને છેવટે વિનોદે પોતાના બે દીકરાઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવી દીધું હતું. જીવન ટૂંકાવતા પહેલા વિનોદે એક વિડીયો પણ બનાવ્યો હતો અને આ વીડિયોમાં વિનોદે પોતાનું બધું જ દુઃખ દર્દ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.