વડોદરાની ગુજ્જુ અભિનેત્રીએ હનીટ્રેપ આચરી યુવક પાસેથી પડાવ્યા લાખો રૂપિયા, જુઓ કેવી રીતે ખુલી પોલ

આજકાલ છેતરપીંડી (Fraud)ના કિસ્સાઓ ખુબ જ વધતા જાય છે. ત્યારે હાલમાં તો એક અભિનેત્રી(Actress) દ્વારા છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ગુજરાતી આલ્બમની…

આજકાલ છેતરપીંડી (Fraud)ના કિસ્સાઓ ખુબ જ વધતા જાય છે. ત્યારે હાલમાં તો એક અભિનેત્રી(Actress) દ્વારા છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ગુજરાતી આલ્બમની અભિનેત્રી (Gujarati album actress)એ લગ્ન (Marriage)ની લાલચ આપી ધનસુરાના યુવક પાસેથી 8 લાખથી પણ વધુ રૂપિયા પડાવી લીધા છે. આ અંગે ધનસુરા પોલીસ સ્ટેશન (Dhansura Police Station)માં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

સોશિયલ મીડિયામાં વાતો કરતા હતા:
જાણવા મળ્યું છે કે, પીડિત યુવક જીનેશકુમાર વાડીલાલ પટેલ મૂળ બોટાદનો રહેવાસી છે. તે આનંદધામ રેસીડેન્સી પચવણીકાટામાં રહે છે. તેની સાથે થયેલ છેતરપીંડી અંગે આ યુવકે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, ‘9 માસ અગાઉ મારી ગુજરાતી અભિનેત્રી યશ્વી દિનેશભાઇ પટેલ નામની છોકરી સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થતાં અમે બંને સોશિયલ મીડિયામાં વાતો કરતા હતા.

યશ્વી પટેલે તા.30-07-2021ના રોજ યશ્વીનો બર્થ ડે હતો. તેથી મને વડોદરા મળવા માટે બોલાવતા હું યશ્વીને મળવા હોટલમાં ગયો હતો, આ દરમિયાન યશ્વીની બહેન અને તેના પરિવાર સાથે મારી મુલાકાત કરાવી હતી. તે વખતે યશ્વીના પિતાએ જણાવ્યું કે યશ્વી માટે અમે લગ્ન વાંચ્છુક છોકરો શોધીએ છીએ એવી વાતમાં મને વિશ્વાસમાં લઇ મારી દીકરી અને બધાને તમે ગમ્યા છો કહ્યું હતું. આપણે એક સમાજના છીએ અને હમણાં મારી દીકરીના આલ્બમનું કામ ચાલુ છે તે પુરુ થઇ જાય પછી લગ્નની તારીખ નક્કી કરીએ. આ રીતે યુવકને ફસાવવામાં આવ્યો હતો.

મહિના બાદ મને મળવા ઘરે બોલાવ્યો:
આ પછી યશ્વીએ મારી સાથે વારંવાર સોશિયલ મિડીયામાં અને કોલથી વાતો ચાલુ રાખી હતી. મહિના બાદ મને મળવા માટે તેના ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન પરિવારે યશ્વીને ગીફ્ટ આપવાના બહાને મારી પાસે આઇફોન મોબાઇલ માગતા મેં 55000નો ફોન યશ્વીને લઇ આપ્યો હતો. ત્યારબાદ તેને સોનાની બુટ્ટી ગમી ગઇ હતી જેથી બોટાદમાં 46000ની બુટ્ટી બનાવી યશ્વીને આપી હતી. બાદમાં બુટ્ટી ખોવાયાનું જણાવી મારી પાસેથી નવી બુટ્ટીની માંગણી કરતા કે વડોદરાથી રૂ.7000ની બુટ્ટી લઇ આપી હતી.

આટલું જ નહિ, આ પછી તેની બહેન તથા તેની માતાએ મારી પાસેથી રૂ. 50 થી 60 હજારની કપડાની ખરીદી કરી હતી. તથા માતાએ ઘરનું ભાડુ ભરવાનુ હોય અને મમ્મી અને પપ્પા બીમાર હોય અને ભાઇની ફી ભરવાની હોય અને મારા આલ્બમની ફી હજુ આવેલ ન હોઇ આવશે એટલે આપીશ તેવું કહી 8 મહિના માસ દરમ્યાન કુલ 3.75 લાખ મંગાવતા મેં આ રકમ બોટાદથી મારી એક્સીસ બેંકના ખાતામાંથી યશ્વીની બહેનના ખાતામાં જમા કરાવ્યા હતા. આવા અનેક કારણોથી મારી પાસેથી કેટલાય રૂપિયા લીધા હતા.

અન્ય છોકરાઓ સાથે પણ છેતરપિંડી કરી હતી
આ દરમિયાન મને જાણવા મળ્યું કે યશ્વીના પરિવારે મારી સાથે સગાઈ તથા લગ્ન કરવાની વાત કરેલ છે. તેવા અમારા સમાજના બીજા ત્રણથી ચાર છોકરાઓને પણ લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી છે. ધનસુરા પીએસઆઇ સોલંકીનો સંપર્ક કરતાં જણાવ્યું કે અમે 0 નંબર પર ફરિયાદ લઇ પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરામાં મોકલી આપી છે.

બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી
​​​​​​​આ સમયે યુવકે ફરિયાદમાં આક્ષપ કર્યો હતો કે, યશ્વીને ફોન કરતા કહ્યું હતું કે તારો ફોન અને બુટ્ટી પાછી લઈજા, હવે પછી પૈસા માગતો નહીં, નહીં તો બળાત્કારના કેસમાં ફસાવી દઈશ અને મારી નાખીશુ. આ લોકો મને પોલીસનુ ખોટું નામ લઈ ફોન ઉપર ધમકીઓ આપતા હતા. ​​​​​​​ચારેય જણાંએ લગ્ન કરાવી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ મારી પાસેથી રૂ. 8 લાખથી પણ વધુ રકમ પડાવી લઈ મારી સાથે છેતરપિંડી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *