બેફામ બુટલેગરોનો પોલીસને ખુલ્લો પડકાર- સોશીયલ મીડિયામાં વાયરલ કર્યો મોંઘીદાટ દારૂ પીતો વિડીયો

Published on Trishul News at 4:41 PM, Wed, 3 August 2022

Last modified on August 3rd, 2022 at 4:41 PM

લઠ્ઠાકાંડ (Lattakand)માં 50થી વધુ વ્યક્તિઓના મોત થયા તેમજ પોલીસની આટલી કડક કાર્યવાહી હોવા છતાં પણ હજુ અમુક બેફામ બુટલેગરોને કોઈના બાપની બીક નથી. અમદાવાદ (Ahmedabad)માં દારૂબંધી (Prohibition of alcohol)ના કાયદાની સરેઆમ મજાક બનાવવામાં આવી રહી છે. જેમાં યુવકો દ્વારા દારૂ(alcohol) અને બિયરનાં ટિન સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા(Social media) પર અપલોડ કરવામાં આવ્યો છે. લઠ્ઠાકાંડની જ્વાળા હજુ ઠરી પણ નથી, ત્યાં આ બૂટલેગરો પોલીસને નવો પડકાર ફેંકી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પોલીસે વીડિયોને લઈને તપાસ શરૂ કરી દીધી:
હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ બુટલેગરોએ પોલીસને નવો પડકાર ફેક્યો છે. આ વીડિયો અમદાવાદના રિવરફ્રન્ટ પાસેનો હોવાનું જણાઈ રહ્યું છે. કાર ચલાવતો યુવક હાથમાં બિયરનું ટિન બતાવી રહ્યો છે. આ યુવક શહેરના જમાલપુર વિસ્તારનો રહેવાસી હોવાનું અનુમાન છે. પોલીસે વીડિયોને લઈને તપાસ શરૂ કરી દીધી છે.

વીડિયો બનાવી જાણે પોલીસને પડકાર ફેંકયો:
આ સિવાય રિવરફ્રન્ટ બ્રિજ પર બિયરની બોટલ સાથેનો વીડિયો પણ બનાવીને યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં યુવક બેખૌફ બનીને દારૂની મજા માણે છે. વીડિયોમાં દેખાઈ રહેલો યુવક આ વીડિયો બનાવી જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ અંગે પોલીસે જણાવ્યું કે, આ વીડિયો તપાસ કરી પણ જૂનો હોવાનું લાગતા કાર્યવાહી નથી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "બેફામ બુટલેગરોનો પોલીસને ખુલ્લો પડકાર- સોશીયલ મીડિયામાં વાયરલ કર્યો મોંઘીદાટ દારૂ પીતો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*