રસ્તાને પીચ બનાવીને યુવક રમી રહ્યો હતો ક્રિકેટ, અચાનક ગાડી આવતા થયું એવું કે…- વિડીઓ જોઇને હસવું નહી રોકી શકો 

Published on: 4:18 pm, Thu, 22 July 21

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક મજેદાર વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જટ્ટ લાઇફ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક અનોખો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વિડિઓ જોયા પછી તમારા મનમાં ચોક્કસપણે કેટલાક પ્રશ્નો આવશે કે દુનિયામાં આવા લોકો પણ રહે છે. જોવા જઈએ તો આ વિડીઓ એક માર્ગ અકસ્માતનો છે. આ વિડીઓ જોઇને તમે જ નક્કી કરો કે વાંક કોનો છે, ભૂલ કોની છે. તમને અનેક પ્રશ્નો મગજ માં ઉદભવશે પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વિડીઓ જોઇને તમને ખુબ જ મજા પડી જશે.

ભારતમાં રહેતા હર એક નાગરિકને ક્રિકેટ રમવાની ખુમારી છે. અમુક લોકો ક્રિકેટની પૂજા પણ કરે છે. ક્રિકેટ નામની રમત ભારતમાં કોઈ પણ ખૂણે રમવામાં આવે છે. આ વીડિયોમાં તમે કેટલાક છોકરાઓને રસ્તા પર ક્રિકેટ રમતા જોશો. એક વ્યક્તિ બોલિંગ કરે છે અને બેટ્સમેન લેગ સાઇડમાં શોટ ફટકારે છે અને રન દોડવા લાગે છે અને તે જ સમયે પાછળથી બાઇક સવાર આવે છે અને જોરદાર ટક્કર લાગી જાય છે. આ વિડીઓમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને પ્રખ્યાત કમેંટેટટર આકાશ ચોપરાનો અવાજ સાંભળી શકશો. આ વિડીઓ જોઇને તમને પણ મજા પડી જશે.

વપરાશકર્તાઓ આ વિડિઓ પર ખૂબ રમૂજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું હતું કે બેટ્સમેન અને બાઇક સવાર જેણે શોટ માર્યો તે બંને પાગલ છે. ક્રિકેટ રસ્તા પર ન રમવું જોઈએ, પરંતુ જ્યારે તેઓ હજી પણ ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે બાઇક સવારને આ દેખાતું નહોતું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.