આ વિડીયોએ ભલભલાના જીવ અધ્ધર કર્યા- કસરત કરવા યુવકે 12માં માળેથી… જુઓ ધ્રુજાવી દેતો વિડીયો

Published on Trishul News at 11:14 AM, Fri, 17 March 2023

Last modified on March 17th, 2023 at 11:14 AM

વિડિયો (video): સોશિયલ મીડિયા પર દરરોજ અનેક અલગ અલગ ફોટા અને વિડીયો વાયરલ થતા જ હોય છે. સોશિયલ મીડિયા પર તમે ઘણા રમુજી, ચોકાવનારા અને હચમચાવી દેનારા વિડીયો જોયા જ હશે. ત્યારે એક એવોજ વિડીયો સામે આવ્યો છે જેને જોઇને હૃદયના ધબકારા વધી જશે.

આ વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડિયો જોઇને ભલ-ભલા લોકો ચોકી ઉઠ્યા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થતા આ વિડીયોમાં એક યુવક બહુમાળી ઈમારતની બાલ્કનીમાં કસરત કરતો જોવા મળી રહ્યો છે.

આટલું સાંભળતા તમને એમ થયું હશે કે એમાં નવાઈની વાત શું છે. આમાં નવીન એ છે કે, યુવક બાલ્કનીની અંદર નહીં પરંતુ બાલ્કની બહાર લટકાઈને કસરત કરતો જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 12માં મળની બાલ્કનીમાં યુવક આ હરકત કરતો નજરે પડી રહ્યો છે.

જે લોકોએ આ દ્રશ્યો નજરે જોનાર હતા તેમના તો શ્વાસ થંભી ગયા હતા. દૂર ઊભેલા એક વ્યક્તિએ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. એવું ખમાં આવી રહ્યું છે કે, આ વાયરલ વિડિયો દિલ્હીની પાસે આવેલા ફરીદાબાદનો છે. એક યુવક બારમાં માળની બિલ્ડીંગની રેલિંગ પર લટકાઈને કસરત કરતો નજરે પડ્યો હતો.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ યુવક પોતાનો જીવ જોખમમાં મુકીને કસરત કરતો નજરે પડી રહ્યો છે. આ વિડીયો જોઇને દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે યુવકે આવું શા માટે કર્યું હશે.

આ વાયરલ વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ત્યારે ઘણા લોકો આ પ્રકારની જોક્સની કસરત ન કરવાની સલાહ આપી રહ્યા છે. આ જોખમી રીતે કસરત કરતા યુવકની હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે આવી નથી. આ વીડિયો ViralVdoz નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "આ વિડીયોએ ભલભલાના જીવ અધ્ધર કર્યા- કસરત કરવા યુવકે 12માં માળેથી… જુઓ ધ્રુજાવી દેતો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*