યુવકે PSIને આપી ખુલ્લેઆમ ધમકીઃ એક દિવસમાં ફોન આપી દેજો નહીં તો મારી નાખીશ…

ગુજરાતના બનાસકાંઠામાં દિયોદર પોલીસે થોડા દિવસો પહેલા જ પોલીસ મથકમાં વીડિયોગ્રાફી કરવા બાબતે જપ્ત કરેલો મોબાઇલ છોડાવવા સોમવારે એક શખ્સ છરી સાથે પીએસઆઇની ચેમ્બરમાં ઘૂસી…

ગુજરાતના બનાસકાંઠામાં દિયોદર પોલીસે થોડા દિવસો પહેલા જ પોલીસ મથકમાં વીડિયોગ્રાફી કરવા બાબતે જપ્ત કરેલો મોબાઇલ છોડાવવા સોમવારે એક શખ્સ છરી સાથે પીએસઆઇની ચેમ્બરમાં ઘૂસી ગયો હતો જેના કારણે પોલીસસ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી. પીએસઆઇની ચેમ્બરમાં ઘૂસીને ધમકીઓ આપી હતી કે, “એક દિવસમાં ફોન આપી દેજો નહીં તો એકાદ પોલીસવાળો જાનથી હાથ ધોઈ બેસશે.” અને ત્યાર પછી બજારમાં ખુલ્લેઆમ છરી ઘુમાવી રહ્યો હતો. જેને ઝડપી પાડવા પહોંચેલા પોલીસ કોન્સ્ટેબલને પેટમાં છરી મારી દીધી હતી. ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવથી શહેરમાં ચકચાર મચી ગયો હતો. આ પોલીસે ગુનો દાખલ કરી શખ્સની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

આરોપી ભરતભાઇ વખતરામભાઇ વ્યાસ

દિયોદરમાં રહેતા ભરતભાઇ વખતરામભાઇ વ્યાસનો થોડા દિવસ અગાઉ પોલીસ મથકમાં વીડિયોગ્રાફી કરવા બાબતે આઈટી એક્ટના ગુનામાં મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે, તે બાદ સોમવારે ભરત મોબાઇલફોન પરત લેવા દિયોદર પીએસઆઇ એસ.એસ.રાણેની ચેમ્બરમાં છરી સાથે ઘૂસી એક દિવસની મુદત આપું છું મારો મોબાઇલ મને પરત નહીં આપો તો તારો એકાદ પોલીસવાળો જાનથી હાથ ધોઈ બેસશેની ધમકીઓ આપી ભરત પોલીસ મથકેથી નીકળી શ્રીનાથ મોલ નજીક ખુલ્લેઆમ હાથમાં છરી ફેરવતાં લોકોમાં ચકચાર મચી ગયો હતો.

દિયોદર પીએસઆઇ એસ.એસ.રાણે

આ દરમિયાન કોન્સ્ટેબલ કરણસિંહ રણછોડજી ભરતને પકડવા જતાં ભરતે કરણસિંહને છરી મારી દીધી હતી.જોકે અન્ય પોલીસકર્મીઓએ ભરતને ઝડપી છરી જપ્ત કરી પોલીસકર્મીને મારી નાખવાના ઇરાદે હુમલો કરનારા ભરત વ્યાસ સામે કોન્સ્ટેબલ કરણસિંહ રણછોડજીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.છરી સાથે બે રોકટોક પોલીસ મથકમાં ઘૂસી ગયેલા યુવાનને ભર બજારમાં ઘૂસી લોકોમાં દહેશત ફેલાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *