મુસ્લિમ છોકરીને ગાડી પર બેસાડીને લઇ જવું હિંદુ યુવકને ભારે પડ્યું, ભરબજારે જ માર માર્યો

બિહાર (Bihar)ની રાજધાની પટના (Patna)માં એક યુવકને તેની મુસ્લિમ કલાસમેટ (Hindu Muslim Friends) ને બાઇક પર બેસાડવી મોંધુ પડી ગયુ. કેટલાક લોકોએ યુવકને રોક્યો અને…

બિહાર (Bihar)ની રાજધાની પટના (Patna)માં એક યુવકને તેની મુસ્લિમ કલાસમેટ (Hindu Muslim Friends) ને બાઇક પર બેસાડવી મોંધુ પડી ગયુ. કેટલાક લોકોએ યુવકને રોક્યો અને ખુબજ માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. માર મારનાર યુવકોએ કહ્યું કે, તમે હિન્દુ હોવા છતાય મુસ્લિમ યુવતીને તેની બાઈક પર ફેરવે છે. યુવકો દ્વારા માર મારવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ મામલો પટનાના પીરબહોર પોલીસ સ્ટેશન વિસ્તારના પટના બજારનો છે.

સાગર કુમાર મિશ્રા નામનો યુવક તેની મુસ્લિમ ક્લાસમેટ સાથે બાઇક પર ક્યાંક જઈ રહ્યો હતો. તે દરમિયાન પહેલેથીજ વાત જોઇને ઉભેલા કેટલાક યુવકે તે બંનેને પટના માર્કેટ પાસે રોક્યા અને માર મારવાનો વીડિયો પણ બનાવ્યો હતો. બંનેને રોક્યા બાદ ઘણા મુસ્લિમ યુવકોએ પહેલા યુવતીને સાઇડમાં મોકલી અને ત્યાર બાદ સાગર કુમાર મિશ્રાને મારવાનું શરૂ કર્યું.

માર મારનાર યુવક કહેવા લાગ્યો કે હિંદુ હોવા છતાય મુસ્લિમ યુવતીને બાઇક પર બેસાડે છે. જ્યારે મુસ્લિમ યુવતીએ મારપીટનો વિરોધ કર્યો અને ના પાડી ત્યારે બાકીના યુવકોએ તેને ઘરે જવાનું કહ્યું અને પછી સાગર મિશ્રાને આડેધડ માર મારવા લાગ્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલામાં પટના પોલીસનું કહેવું છે કે પીડિતા આવીને પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવી શકે છે.

પટના પોલીસે કહ્યું કે મામલો તપાસ હેઠળ છે, તપાસ કરવામાં આવી રહી છે. પીડિતા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી શકે છે. પટના પોલીસ વીડિયોમાં મારપીટ કરવામાં આવેલા યુવકોના ચહેરા અને તેમના વાહનનો નંબર પરથી યુવકોની ઓળખ થઇ ચુકી છે, પરંતુ વીડિયોના આધારે કાર્યવાહી કરવાને બદલે પોલીસ પીડિત પક્ષને કહી રહી છે કે તેઓ તેમની ફરિયાદ નોંધાવે તો કાર્યવાહી થશે.

કાનપુરમાં પણ યુવકોને માર મારવામાં આવ્યો

આ પહેલા પણ કાનપુર માંથી મારપીટનો Hindu Muslim Friends વીડિયો સામે આવ્યો હતો. ભૂતકાળમાં, કેટલાક લોકોએ કાનપુરમાં અવધપુરી વિસ્તાર નજીક ચોકડીની વચ્ચે એક યુવકને માર માર્યો હતો અને તેનું માથું મુંડન કરાવ્યું હતું. આરોપ છે કે તે નામ બદલીને છોકરીઓને હેરાન કરતો હતો. કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જીએનકે સ્કૂલ પાસે યુવક યુવતી સાથે વાત કરી રહ્યો હતો.

જ્યારે હિન્દુ સંગઠન સાથે જોડાયેલા લોકોએ યુવકને પકડીને તેની પૂછપરછ કરી તો તેણે પોતાનું નામ રાજા કહ્યું, પરંતુ જ્યારે આધાર કાર્ડની તપાસ કરવામાં આવી તો યુવકનું નામ આરિફ હોવાનું બહાર આવ્યું. આવી સ્થિતિમાં લોકોની શંકા વધુ ઘેરી બની હતી. રોષે ભરાયેલા લોકોએ ત્યાં જ યુવકનું માથું મૂંડાવી નાખ્યું અને વીડિયો વાયરલ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *