સુરતમાં નબીરાઓને નથી રહ્યો પોલીસનો ડર- કોરોના મહામારીના સમયમાં પણ બ્રિજ પર બર્થ ડે ઉજવતા યુવાનોનો વીડિયો વાઇરલ

સુરતમાંથી સતત જાહેરમાં બર્થ ડે મનાવતા વિડીયો વાઈરલ થતા રહે છે. ત્યારે આજે ફરી એક વખત યુવાનોનો વધુ એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. સુરતના…

સુરતમાંથી સતત જાહેરમાં બર્થ ડે મનાવતા વિડીયો વાઈરલ થતા રહે છે. ત્યારે આજે ફરી એક વખત યુવાનોનો વધુ એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. સુરતના જીલાની બ્રિજ ઉપર રાહદારીઓની અવર જવર વચ્ચે જન્મ દિવસની ઉજવણી કરી યુવાનોએ કોવિડ ગાઈડલાઈનના નિયમોના જાહેરમાં ઉલ્ઘન કરું છે. એટલું જ નહીં પણ આ વીડિયોમાં યુવાનો બ્રિજ ઉપર ડાન્સ કરી એક બીજા ઉપર કેક લગાડતા હોવાનું પણ સ્પષ્ટ દેખાય છે. તો બીજી બાજુ એમની ફિલ્મ બની રહી છે તેની તેમને જરા પણ ખ્યાલ ન હતો.

જન્મ દિવસની ઉજવણીની જાહેરમાં કરવાના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. પહેલા અસામાજિક તત્વોથી લઈ વેપારીઓ અને કેટલાક રાજકીય કાર્યકર્તાઓ પણ જન્મ દિવસની ઉજવણી કરતા નજરે ચડીયા હતા. ત્યારે હવે જીલાની બ્રિજ પર કેટલાક યુવાનોએ બર્થ ડે ઉજવણી કરી પોલીસ અને સરકારને ચુનોતી આપી છે. બ્રિજ પર રોડની એક બાજુએ બર્થ ડે સેલિબ્રેશન થઈ રહ્યું હતું તો બીજી બાજુ એક જાગૃત નાગરિક જન્મ દિવસની ઉજવણીનો વીડિયો બનાવી પોલીસને જગાડવા મોકલી આપ્યો હતો. આ તમામ યુવાનોની ઓળખ આપવું હવે પોલીસ માટે જરૂરી બની ગયું છે.

હવે કોરોના છે જ નહિ તેમ હાથમાં ફમ સ્પ્રે, બોટલ અને મનમાં ઉત્સાહનો નવો સીનારો જોઈ, લોકો જન્મ દિવસની સાથે સાથે હવે બજારોમાં પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમો નું ઉલ્ઘન કરી રહ્યા છે. પછી એ શાકભાજી માર્કેટ હોય કે કાપડ માર્કેટ, રેસ્ટોરન્ટ, પછી ખાવા પીવાની લારી, આવી અનેક જગ્યાઓ પણ હાલ આ સમયમાં કોવિડ ગાઈડલાઈનને તોડી પોતાની મસ્તીમાં રહેતા લોકો દેખાય છે.

સુરત શહેર આખું CCTVમાં કેદ છે, પોલીસ પેટ્રોલીંગ થઈ રહ્યું છે. છતાં તમામ જગ્યાઓ પર લોકો કોરોનાની ત્રીજી લહેરને સામેથી બોલાવી રહ્યા હોય એવા ઘટનાઓ સામે આવી રહ્યા છે. રોડ ઉપર માસ્ક વગર કે અડધા માસ્ક સાથે જતા લોકોને દંડ લેવા કરતાં પોલીસ પેટ્રોલીંગ વધારીને એલર્ટ કરવા માટે કાર્ય કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *