યુવરાજસિંહે ભારતીય ટીમના કોચને લાયકાત વગરના ગણાવ્યા? જાણો કોણ છે

પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહે ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠોડની ટી-20 ફોર્મેટમાં ખેલાડીઓનું માર્ગદર્શન આપવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. યુવરાજસિંહે વિક્રમ રાઠોડની નબળાઇઓ જાહેર કરી યુવરાજે…

પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહે ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠોડની ટી-20 ફોર્મેટમાં ખેલાડીઓનું માર્ગદર્શન આપવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા.

  • યુવરાજસિંહે વિક્રમ રાઠોડની નબળાઇઓ જાહેર કરી
  • યુવરાજે વરિષ્ઠ પસંદગી સમિતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા

પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહે ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠોડની ટી 20 ફોર્મેટમાં ખેલાડીઓનું માર્ગદર્શન આપવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. ગત વર્ષે સંજય બાંગરની જગ્યાએ રાઠોડને બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે.

ભારતના 2007 ના ટી-20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમોનો ભાગ રહેલા યુવરાજે ઈન્સ્ટાગ્રામ સેશનમાં કહ્યું હતું કે, “રાઠોડ મારો મિત્ર છે. શું તમને લાગે છે કે તે ટી -20 ખેલાડીઓની મદદ કરી શકે છે. તેઓ તે સ્તરે ક્રિકેટ રમ્યા જ નથી. “

વિક્રમ રાઠોડે 1996 થી 1997 દરમિયાન ભારત માટે છ ટેસ્ટ અને સાત વનડે મેચ રમી છે. યુવરાજે કહ્યું કે જુદા જુદા ખેલાડીઓ સાથે અલગ રીતે વર્તવું પડે છે.

તેણે કહ્યું, ‘જો હું કોચ હોત તો જસપ્રિત બુમરાહ ને રાત્રે ૯ વાગ્યે  ગૂડ નાઈટ  કહેતો અને હાર્દિક પંડ્યાને રાત્રે દસ વાગ્યે પીવા માટે બહાર લઈ ગયો હોત. જુદા જુદા લોકો સાથે જુદી જુદી રીતે વર્તવું પડે છે.

તેમણે આડકતરી રીતે ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની પણ નિંદા કરી અને કહ્યું કે હાલના ખેલાડીઓ પાસે તેમને સલાહ આપવા માટે કોઈ નથી. જયારે એવું પૂછવામાં આવ્યું કે શું તે શાસ્ત્રીનું કામ નથી, તેમણે કહ્યું, “મને ખબર નથી કે રવિ તે કરે છે કે નહીં, પરંતુ કદાચ તેની પાસે અન્ય કામો પણ છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *