કરોડોની કમાણી કરનાર આ દિગ્ગજ ક્રિકેટરને ઘરમાં વાસણ ધોવાથી લઈને પોતા મારવાં સુધીનું કરવું પડે છે કામ…

Published on: 7:23 pm, Fri, 25 September 20

હાલમાં તમામ લોકોનું ધ્યાન દુબઈમાં ચાલી રહેલ IPLમાં કેન્દ્રિત થઈ ગયું છે. સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો. આવા સમયમાં તમામ લોકો ઘરે નવરાં બેઠા રહ્યાં હતાં. આવા સમયના એક સમાચાર હાલમાં દિગ્ગજ ક્રિક્રેટર યુવરાજ સિંહને લઈને એક જાણકારી સામે આવી રહી છે.

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh)કોરોનાને લીધે થયેલ લૉકડાઉન વખતે કેટલાંક ક્રિકેટર્સની માટે મસીહા બનીને સામે આવ્યો હતો. એણે પંજાબના કેટલાંક ખેલાડીઓને પોતાના ઘરમાં રહેવાં માટે સ્થાન આપ્યું હતું. યુવરાજ લૉકડાઉનમાં આની સિવાય ઘરેલું કામકાજ પણ શીખ્યો હતો.

કરોડો રૂપિયાની કમાણી કરનાર આ ખેલાડી લૉકડાઉન દરમિયાન ઘર સાફ કરવાથી લઈને વાસણ ધોવા સુધીનું કામ શીખ્યો હતો. યુવરાજે ઇન્ટરવ્યૂમાં લૉકડાઉન દરમિયાનની પોતાની કહાની સંભળાવી હતી. યુવરાજે જણાવતાં કહ્યું હતું કે, મેં લૉકડાઉન વખતે કેટલાય પુસ્તકો વાંચ્યા હતાં, ફિલ્મો પણ જોઈ.

તે સમયે એવું લાગી રહ્યું હતું કે, હું કોઈ અન્ય દુનિયામાં ચાલ્યો ગયો હતો. આટલું જ નહીં પરંતુ ઘરના જરૂરી કામ પણ શીખી ગયો હતો. હું વાસણ ધોવું છું, પોતું પણ કરું છું. પોતું કરવાની ટેકનિક મેં જસપ્રીત બુમરાહની પાસે શીખી હતી.

ક્રિક્રેટ જગતમાંથી દૂર હોવા છતા પણ યુવરાજે ફિટનેસનો સાથ છોડ્યો ન હતો. લૉકડાઉન વખતે એણે વિવિધ  પ્રકારની રમતોમાં ટ્રાય કર્યો હતો. યુવરાજે જણાવતાં કહ્યું હતું કે, હું રોજ વર્કઆઉટ કરતો હતો. અઠવાડિયામાં કુલ 5-6 વાર ટ્રેનિંગ કરતો હતો. મેં ઓલિમ્પિક લિફ્ટિંગમાં પણ ટ્રાય કર્યો હતો.

યુવરાજ સિંહે આ ઇન્ટરવ્યૂમાં ખુલાસો કરતાં જણાવતાં કહ્યું હતું કે, એને આવનાર સમયમાં પોતાની રેસ્ટોરન્ટ હોય. પોતાના મનપસંદ ભોજન વિશે જણાવતાં કહ્યું હતું કે, તેને જલેબી ખુબ જ પસંદ છે તેમજ એ એને સરળતાથી બનાવી શકું છું. મને સાઉથ ઇન્ડિયન ખાવાનું પણ ખુબ જ પસંદ છે. ખાસ કરીને તો ઢોસા. વીગેન હોવાને લીધે મારી પાસે  અન્ય વિકલ્પ તો નથી. મને આશા રહેલી છે કે, આવનાર સમયમાં મારી પોતાની રેસ્ટોરન્ટ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle