યુવરાજના શુટરો સમાજના નામે વર્ગવિગ્રહ ફેલાવવા સક્રિય- Trishul News ને મળી ધમકીઓ

Published on: 6:00 pm, Mon, 18 April 22

યુવરાજસિંહની ગાંધીનગર પોલીસ હેડકવાર્ટર (Gandhinagar Police Headquarters)માં પોલીસ સાથે ઘર્ષણ કર્યા બાદ પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહનો પોલીસ પર ગાડી ચડાવતો આ વીડિયો બહાર આવ્યો છે. રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ વીડિયો યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં રેકોર્ડ થયો છે. ધરપકડ બાદ યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ FSLમાં મોકલાશે તેવું જણાવવામાં આવ્યું છે.

yuvraj team syber bulling on gujrats adorable channle trishulnews8520 - Trishul News Gujarati trishul news, યુવરાજ

આ તમામ ઘટનાઓ બાદ છેલ્લે યુવરાજસિંહને ગાંધીનગરમાં પ્રવેશબંધીની શરતે કોર્ટે જામીનમુકત કર્યા હતા. જે બાબતે ગુજરાતના તમામ મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં પણ આ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા હતા. જેથી Trishul News ત્રિશુલ ન્યુઝે પણ ચકાસણી કર્યા બાદ સોસીયલ મીડિયા તેમજ ઈન્ટનેટ પર સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમાં યુવરાજસિંહના નજીકના માણસો અને તેના સમર્થકોએ મળીને ન્યુઝ ચેનલની વેબસાઈટ વિરુદ્ધ પાયા વિહોણા આક્ષેપો અને ગેરકાયદેસર રીત્તે સોશિયલ મીડિયાના માધ્યમથી ધાક ધમકી આપવામાં આવી હતી અને સાયબર બુલીંગ કરવામાં આવ્યું હતું.

insta story brijrajsinh - Trishul News Gujarati trishul news, યુવરાજ

ઇન્સ્ટાગ્રામ પર ત્રિશુલ ન્યુઝ ના પેજ પર યુવરાજસિંહને મળેલા જામીન બાબતે સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે બાબતે યુવરાજસિંહ ના સમર્થકો અને તેની નજીકના માણસોએ વિવિધ પ્રકારની કોમેન્ટ્સ દ્વારા તેમજ અલગ અલગ પ્રકારના સમુદાય અને સંગઠનોના પેજ પર ફોન નંબર પર ફોન કરીને ધમકી આપવમાં આવી હતી અને તમામને ફોન કરીને ધમકી આપવાની ઉશ્કેરણી પણ કરાઈ હતી. આ કોમેન્ટ કરનારાઓ ઘાતક હથિયારો સાથેના ફોટો પડાવીને દાદાગીરી પણ કરતા નજરે પડે છે. અને બુદ્ધિ વાપરી વોટ્સેપ કોલ્સ કરીને રેકોર્ડીંગ ન થાય એ રીતે ધમકીઓ પણ આપી હતી.

રાજપુતાના યુથ પાવર નામના એક ઇન્સ્ટાગ્રામ પેજ પર “આ જે ન્યુઝ વાડા હોય એ કાઢી નાખજો નહિ તો પીછા ખરી જશે” જેવા ધમકીભર્યા વાક્યનો ઉપયોગ કરીને ચેનલનો નંબર શેર કરીને લોકોને ઉશ્કેરીને ચેનલના ફોન પર વારંવાર ફોન કરીને “ઉપાડો” જેવા ગુનાહિત આલમના ધમકીભર્યા શબ્દો વાપરીને લોકોમાં અરાજકતા ફેલાય તેવી રીતે પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી.

બીજી તરફ ફેસબુકના પેજ મેસેન્જરમાં પણ “તમારી હેડલાઈન યોગ્ય નથી પોસ્ટને તુરંત ડીલીટ કરવામાં આવે જો નહિ હટાવાવવામાં આવે તો અમે અમારા અંદાઝમાં ઓફિસે આવીને મુલાકાત કરવી પડશે જે વાત ને ખુબ ગંભીરતાથી લેજો” જેવી ધમકીઓ આપવામાં આવી હતી આ લોકોને જોતા અને તેમની વાત કરવાની રીતભાત જાણીને આ લોકો પરીક્ષાર્થી કરતા કોઈ ગુનાહિત આલમના જડ ગુનેગારો હોય તેવું સ્પષ્ટ થાય છે.

કૃપાલસિંહ નામના યુવરાજના સમર્થક પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં તેમની ટોળકીના સભ્યોને ત્રિશુલ ન્યુઝ ચેનલ પર ભેગા થઈને એક સાથે કોમેન્ટ્સ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. ઘટનાની મળતી માહિતી પ્રમાણે આ તમામ યુવકો યુવરાજના નજીકના અને તેના સમર્થકો છે તો કેટલાક માણસો ભાડુતી હોવાનું પણ ધ્યાને આવ્યું છે.

યુવરાજ પોતાની સાથે સરકારી પરીક્ષા સાથે કોઈ પણ પ્રકારનું લેવા દેવા ના હોય તેવા બેરોજગારની ટીમ બનાવતો હોવાની ગંભીર પ્રકારની માહિતી સુત્રો પાસેથી મળી છે. જેમાં યુવરાજના સમર્થકો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોમાં ડરનો માહોલ પેદા કરવા માટે તેમજ પોતાના વિસ્તાર અને લોકો સામે લુખી દાદાગીરી કરવાના આશય થી સોશીયલ મીડિયામાં ઘાતક હથિયારો સાથેના ફોટો તેમંજ તે પ્રકારના લખાણો વારંવાર પોસ્ટ કરવામાં આવ્યા છે.