આ ઇન્ડિયન ક્રિકેટરે છાનામાના કરી લીધી સગાઇ- બોલીવુડની હિરોઈનને પણ શરમાવે એવી છે ખુબસુંદર

ભારતીય સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) સોશિયલ મીડિયા પર રોકા સરેમની તસવીર શેર કરી છે. ચહલે સોશિયલ મીડિયા પર રોકાની તસવીર શેર કરી અને કેપ્શનમાં…

ભારતીય સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) સોશિયલ મીડિયા પર રોકા સરેમની તસવીર શેર કરી છે. ચહલે સોશિયલ મીડિયા પર રોકાની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, ‘અમે હા કહ્યું, અમારા પરિવારના સભ્યોમાં તમારું સ્વાગત છે.’. ચહલ દ્વારા પોસ્ટ કરેલી માહિતી પછી લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. કેએલ રાહુલથી લઈને હાર્દિક સુધી, ચહલને તેની નવી જિંદગીની શુભેચ્છા પાઢ્વી રહ્યા છે. જણાવી દઈએ કે, ચહલ આઈપીએલમાં આરસીબીની ટીમનો એક ભાગ છે. લોકડાઉન દરમિયાન ચહલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. યુઝવેન્દ્ર ચહલે શનિવારે રોકા સેરેમનીનો સમારોહનો ફોટો શેર કર્યો છે.

તમને જણાવી દઈએ કે, ચહલની થનાર પત્નીનું નામ ધનાશ્રી વર્મા છે. ધનાશ્રીએ ચહલ સાથે રોકા સમારોહની એક તસવીર પણ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સમાચારો અનુસાર, ધનાશ્રી ડોક્ટર છે અને તેની યુટ્યુબ ચેનલ પણ છે. લોકડાઉન દરમિયાન, ચહલ અને ધનશ્રી ઝૂમ વર્કશોપમાં એક બીજા સાથે જોવા મળી ચુક્યા છે.

 

View this post on Instagram

 

We said “Yes” along with our families❤️ #rokaceremony

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on

ચહલના ટ્વિટ પર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને સુરેશ રૈના સહિતના તમામ ખેલાડીઓએ અભિનંદન પાઠવ્યા છે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) એ પણ અભિનંદન આપ્યા અને સલાહ આપી કે: રાનીની સામે શરણાગતિ સ્વીકારી લેવી. અન્યથા તમને માત્ર હર જ મળશે. ધનાશ્રી યૂટ્યૂબ પર પોતાના નામની ચેનલ ધરાવે છે. 1.5 મિલિયન એટલે કે 15 લાખ લોકોએ તેની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી છે.

 

View this post on Instagram

 

We said “Yes” along with our families ❤️ #rokaceremony

A post shared by Dhanashree Verma (@dhanashree9) on

તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2020 ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. ફ્રેન્ચાઇઝી ટીમો 20 ઓગસ્ટથી યુએઈ જવા રવાના છે. આવી સ્થિતિમાં, ચહલે યુએઈ જતા પહેલા તેની સ્ત્રીની પસંદગી કરી છે. આઈપીએલ પછી બંને લગ્ન જીવનમાં બંધાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *