ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે વધુ એક ખુશખબર – વિરાટ કોહલી બાદ આ ક્રિકેટર બનવા જઈ રહ્યો છે પિતા

Published on Trishul News at 3:58 PM, Mon, 12 October 2020

Last modified on October 12th, 2020 at 3:58 PM

મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટ ઓપરેશનના ડિરેક્ટર અને ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન ટૂંક સમયમાં સારા સમાચાર જાહેર કરવા જઈ રહ્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઝહીર અને સાગરિક ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. ઝહિર ખાને વર્ષ 2017 માં ચક દે ફિલ્મ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા.

આઇપીએલના કારણે બંને હાલમાં સંયુક્ત આરબ અમીરાતમાં રહે છે. જો કે, ઝહિર અને સાગરિકા બંનેએ તેમના ચાહકોને આ સમાચાર વિશે ઓપચારિક રીતે જણાવ્યું નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર સાગરિક ગર્ભવતી છે અને આ બંનેના મિત્રોએ પણ પુષ્ટિ આપી છે કે, બંને જલ્દીથી માતા-પિતા બનવાના છે.

જણાવી દઈએ કે, આઈપીએલ શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ માતાપિતા બનવાના સારા સમાચાર આપ્યા હતા. અનુષ્કા જાન્યુઆરીમાં તેના પહેલા સંતાનને જન્મ આપશે અને તે હાલમાં યુએઈમાં પતિ વિરાટ કોહલી સાથે છે.

તાજેતરમાં જ ઝહીર ખાનના જન્મદિવસ પર, તેની પત્ની સાગરિકા ઘાટકેએ ઇન્સ્ટાગ્રામ પર ભાવનાત્મક સંદેશ શેર કર્યો હતો. પોસ્ટમાં લખ્યું છે કે, ઝહીર એક નિ:સ્વાર્થ વ્યક્તિ છે અને તે રીતે હોવા બદલ ખરેખર આભાર. જન્મદિવસની શુભેચ્છા પતિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે વધુ એક ખુશખબર – વિરાટ કોહલી બાદ આ ક્રિકેટર બનવા જઈ રહ્યો છે પિતા"

Leave a comment

Your email address will not be published.


*