અનાજમાં ઝિંકની ઉણપને કારણે વધી રહ્યા છે રોગો: ડાયેરિયા, મેલેરિયા અને નિમોનિયાનું જોખમ

જળવાયુ પરિવર્તનને કારણે અનાજમાં ઝિંકની માત્રા ઝડપથી ઘટી રહી છે, જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડી રહી છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ટીએચ ચાન સ્કૂલ ઓફ…

જળવાયુ પરિવર્તનને કારણે અનાજમાં ઝિંકની માત્રા ઝડપથી ઘટી રહી છે, જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડી રહી છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે, વધુ પડતા કાર્બન ઉત્સર્જનને કારણે અનાજમાં ઝિંકની માત્રા ઝડપથી ઘટી રહી છે.

ઝિંકની ઉણપને કારણે ડાયેરિયા, મેલેરિયા તેમજ નિમોનિયા જેવી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. ઝિંક શરીરના રોગ પ્રતિકારક તંત્રને સ્વસ્થ રાખે છે. આ અંગે ભારમાં કરવામાં આવેલા અધ્યયન અનુસાર, વર્ષ 1983માં દેશમાં ઝિંકની ઉણપના શિકાર લોકોની માત્ર 17 ટકા હતી, જે 2012માં વધીને 25 ટકા સુધી પહોંચી ગઈ. તેનો મતલબ એ થયો કે આ ત્રણ દાયકામાં વધુ 8.2 કરોડ લોકો ઝિંકની ઉણપનો શિકાર બન્યા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2050 સુધીમાં વધુ પાંચ ટકા ભારતીયો ઝિંકની ઉણપની ચપેટમાં આવી શકે છે.વૈજ્ઞાનિકો દ્વારા દેશના વિવિધ ભાગોમાં સાત પરિવારોની ખાનપાનની પેટર્નનો અભ્યાસ કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ભારતમાં આહારમાં લેવાતા તમામ પ્રમુખ અનાજો જેમાં ચોખા, ઘઉં, મકાઈ, જુવાર તેમજ ફળફળાદિ સામેલ છે, ઉચ્ચ કાર્બનથી પ્રભાવિત થઈ રહ્યા છે. દક્ષિણ ભારત સહિત દેશના જે ભાગોમાં આહારમાં ચોખાનો ઉપયોગ વધુ કરવામાં આવે છે, તેમનામાં ઝિંકની ઉણપ વધુ જોવા મળી હતી. તેમજ શહેરી વિસ્તારોના લોકો પણ તેનો ઝડપથી શિકાર બની રહ્યા છે.

શરીરના પોષક તત્વો:

ઝિંક શરીર માટે જરૂરી આંઠ સૂક્ષ્‍મ પોષક તત્વોમાંથી એક છે. તે શરીરમાં નથી બનતા, પરંતુ ભોનમાંથી જે શરીર તે પ્રાપ્ત કરે છે.

આ કારણે થાય છે ઉણપ:

કાર્બન ડાયોક્સાઈડ છોડ માટે જરૂરી છે. જેટલું કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થશે, એટલો જ છોડનો વિકાસ સારો થશે. પરંતુ તેને કારણે અનાજની ગુણવત્તા ઘટી રહી છે. રિપોર્ટ અનુસાર, ઘઉં, ચોખા, મકાઈ, જુવાર અને ફળોમાં ઝિંકની માત્રામાં 5-11 ટકાનો ઘટાડો નોંધાયો છે.

રિપોર્ટમાં આ સમસ્યાનું સમાધાન પણ આપવામાં આવ્યું છે. તે અનુસાર, આ સમસ્યાને દૂર કરવા માટે ભારતના લોકોએ બે ઉપાયો કરવા પડશે. એક તો કાર્બનના ઉત્સર્જનમાં ઘટાડો લાવવો પડશે. બીજું, ઝિંકની ઉણપને દૂર કરવા માટે રાષ્ટ્રીય પોષણ કાર્યક્રમમાં ઝિંડને અલગથી પ્રદાન કરવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *