ઓનલાઈન મિટિંગ માટે Zoom એપ વાપરી રહેલા લોકોને સરકારે ચેતવ્યા, તમારો ફોન થઈ શકે છે હેક

કોરોનાવાયરસ ને કારણે દેશમાં lockdown ચાલી રહ્યું છે. આ દરમિયાન લોકો એકબીજા સાથે જોડાઇ રહેવા માટે વીડિયો કોલિંગ એપ ZOOM એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે.…

કોરોનાવાયરસ ને કારણે દેશમાં lockdown ચાલી રહ્યું છે. આ દરમિયાન લોકો એકબીજા સાથે જોડાઇ રહેવા માટે વીડિયો કોલિંગ એપ ZOOM એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગના ઓફિસમાં વીડિયો કોન્ફરન્સિંગ માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે સરકારે એડવાઇઝરી જાહેર કરીને લોકોને ચેતવ્યા છે કે આ સુરક્ષિત નથી.

રૂમ ફિટિંગ એપ્લિકેશન વિડીયો કોન્ફરન્સ માટે સુરક્ષિત પ્લેટફોર્મ નથી. સરકારે આ બાબતે ગાઇડલાઇન જાહેર કરી છે. જે ઉપયોગકર્તા ZOOM એપ્લિકેશનનો ઉપયોગ પોતાના ખાનગી કામો માટે કરી રહ્યા છે. તેઓને આ guidelines ખાસ જાણવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે આ એપ્લિકેશન નો ઉપયોગ ખુબ મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા છે. જેથી ગૃહ મંત્રાલય એક નવી એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ ZOOM એપ્લિકેશન ઉપયોગ કરવો સુરક્ષિત નથી..

ગાઈડ લાઈન ની મદદથી કોઈ અજાણી વ્યક્તિ કોન્ફરન્સમાં હસ્તક્ષેપ કે અનિચ્છનીય ગતિવિધિને રોકી શકાશે. guideline નું પાલન કરવામાં આવે તો ઉપયોગ કરતા અને બીજા અન્ય લોકો ને ગતિવિધિઓને પણ બહારનો વ્યક્તિ પ્રભાવિત કરી શકશે નહીં. પાસવર્ડ અને યુઝર એક્સેસ દ્વારા DOS એટેક ને પણ રોકવામાં આવી શકે છે.

ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર મોટાભાગના સેટિંગ લોગીન કરીને કરી શકાય છે અથવા તો મોબાઈલ કે લેપટોપ માં એપ્લિકેશન ડાઉનલોડ કરીને કરી શકાય છે. કોન્ફરન્સ દરમિયાન આ સેટિંગ બદલી પણ શકાય છે. પરંતુ કેટલાક સેટિંગ માત્ર ખાસ ચેનલ પર જ કરવામાં આવી શકે છે.

રો મંત્રાલયના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે રૂમ એપ્લિકેશનથી ખાનગી સુરક્ષાના કેટલાય સવાલો ઉઠી રહ્યા છે. tiktok અને ઝૂમ ના મોટાભાગના સર્વર ચીનમાં છે. અને જેમાં ઘણી ખામીઓ પણ છે ટેક્નિકલ વિશ્લેષણ જણાવે છે. કે વિડિયો કોન્ફરન્સિંગ એપથી મીટીંગ ના ડેટા લીક થઇ શકે છે.

એક અધિકારીએ જણાવ્યું કે કારોબારી હોય કે સરકારી અધિકારી કૃપા કરીને આ એપ્લિકેશનનો ઉપયોગ ન કરો. ભારતની સાયબર સિકયુરિટી એજન્સીએ પહેલા જ ઉપયોગકર્તાને આ વીડિયો કોન્ફરન્સિંગ એપ થી હેકર તમારા ફોનમાં પ્રવેશ કરી શકે છે. તે બાબતે જાગૃત કર્યા હતા. પાસવર્ડ લીક થવાથી હેકર્સ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ નો કોલ હાઇજેક પણ કરી શકાય છે. અને તમારે મીટીંગ ની ખાનગી વાતો તે લોકો સરળતાથી જાણી શકે છે. ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયને આ બાબતની ઘણી ફરિયાદો મળ્યા બાદ ગૃહ મંત્રાલય guideline જાહેર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *