અદાણીને લાગશે ઝટકો! અંબુજા-ACC સિમેન્ટ ખરીદવા હજારો કરોડોની ડીલ સાથે મેદાનમાં ઉતર્યા ઝુનઝુનવાલાના ગુરૂ…

Published on Trishul News at 11:27 AM, Fri, 29 April 2022

Last modified on April 29th, 2022 at 11:27 AM

દેશના સૌથી ધનિક વ્યક્તિ અદાણી જૂથના વડા ગૌતમ અદાણી (Gautam Adani) એ સિમેન્ટ સેક્ટરમાં એક મોટી ડીલ કરવાની તૈયારી કરી છે જેમાં તેઓ હોલ્સિમ (Holcim) પાસેથી ACC અને Ambuja Cementની ખરીદી કરે તેવી શક્યતા છે. 10 અબજ ડોલરના આ એક્વિઝિશન માટે તેમણે ફાઈનાન્સને ઓપ આપી દીધો છે. એક્સક્લુઝિવ ડીલને સાઈન કરતા પહેલાં બંને પક્ષે છેલ્લા રાઉન્ડની વાટાઘાટ શરૂ કરી છે.

અદાણી જૂથ (Adani Group) અત્યારે સૌથી ઝડપથી અને સૌથી આક્રમક રીતે વિસ્તરણ કરતું ઔદ્યોગિક સામ્રાજ્ય છે. અદાણી જૂથના વડા ગૌતમ અદાણી (Gautam Adani)એ સિમેન્ટ સેક્ટરમાં એક મોટી ડીલ કરવાની તૈયારી કરી છે જેમાં તેઓ હોલ્સિમ (Holcim) પાસેથી ACC અને Ambuja Cementની ખરીદી કરે તેવી શક્યતા છે. 10 અબજ ડોલરના આ એક્વિઝિશન માટે તેમણે ફાઈનાન્સને ઓપ આપી દીધો છે.

તેથી ભારતમાં સિમેન્ટ ક્ષેત્રે 66 મિલિયન ટનની કેપેસિટી મેળવવા માટે અદાણી જૂથ અત્યારે હરીફાઈમાં સૌથી આગળ છે. અમદાવાદ સ્થિત અદાણી જૂથને આ ડીલમાં ફાઈનાન્સ માટે બાર્કલેઝ, ડોએચ્ચે બેન્ક જેવી વિદેશી બેન્કો અને ICICI બેન્ક, Axis બેન્ક જેવી ભારતીય બેન્કોની મદદ મળી શકે છે.

1983 માં સ્થપાયેલ અંબુજા 31 મિલિયન મેટ્રિક ટનની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને ભારતમાં છ ઈન્ટીગ્રેટેડ પ્રોડ્કશન પ્લાન્ટ અને આઠ સિમેન્ટ ગ્રાઇન્ડીંગ એકમો પણ કંપની પાસે છે.અદાણી ગ્રૂપની ફ્લેગશિપ ફર્મ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ પાસે હાલ બે સિમેન્ટ પેટાકંપનીઓ છે. અદાણી સિમેન્ટેશન લિમિટેડ ગુજરાતમાં એક ઈન્ટીગ્રેટેડ સર્વિસ ઉભી કરવાનું આયોજન કરી રહી છે. ગૌતમ અદાણીએ જૂન 2021માં અદાણી સિમેન્ટ લિમિટેડની સ્થાપના કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "અદાણીને લાગશે ઝટકો! અંબુજા-ACC સિમેન્ટ ખરીદવા હજારો કરોડોની ડીલ સાથે મેદાનમાં ઉતર્યા ઝુનઝુનવાલાના ગુરૂ…"

Leave a comment

Your email address will not be published.


*