અફઘાનિસ્તાન આતંકી હુમલામાં 100 થી વધુ મોત: મસ્જિદની સીડી પર વહી લોહીની ધારા ઓ, લાશ એટલી પડી કે એને ઉઠાવનારાઓ ઓછા પડ્યા

અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાને સત્તા મેળવ્યા પછી શરુ થયેલા આતંકી હુમલા દિવસેને દિવસે મોટુ સ્વરુપ ધારણ કરી રહ્યા છે. અહીં IS નામનું આતંકી સંગઠન નાગરિકો તથા તાલિબાનોને નિશાન બનાવીને હુમલા કરી રહ્યું છે. આવો જ એક હુમલો કુંઝુદ પ્રાંતમાં આવેલ શિયા મુસ્લિમોની મસ્જિદ પર કરવામાં આવ્યો હતો.

જેમાં 100 થી વધારે લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા મોટા ભાગના શિયા મુસ્લિમો છે. આ હુમલાની જવાબદારી ISA લીધી હતી. જો કે, તાલિબાને સત્તા મેળવ્યા બાદ અફઘાનિસ્તાનમાં સૌથી વધારે હુમલા આઇએસ જ કરતુ આવ્યું છે જેથી તાલિબાનને પણ આ સંગઠન પર જ શંકા રહેલી છે.

કુંઝુદ પ્રાંતમાં આ હુમલો થયો હતો ત્યાંના પોલીસ વડા દોસ્ત મોહમ્મદ ઓબૈદાએ જણાવ્યું હતું કે, આ હુમલામાં મસ્જિદમાં હાજર મોટા ભાગના લોકો માર્યા ગયા છે. આ એક આત્મઘાતી હુમલો હતો, હુમલાખોર આતંકીએ મસ્જિદમાં લોકોની વચ્ચે જઇને પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો.

શિયા મુસ્લિમોની સુરક્ષાની જવાબદારી અમારી: તાલિબાન
આની સાથે હવે તાલિબાને ખાતરી આપી છે કે, અફઘાનિસ્તાનમાં રહેતા શિયા મુસ્લિમોની સુરક્ષાની જવાબદારી અમારી છે તથા કોઇપણ હુમલાખોરને છોડવામાં નહીં આવે. 30 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકા તથા નાટોએ પોતાના સૈનિકોને પાછા બોલાવી લીધા હતા.

બાદમાં આ સૌથી મોટો આતંકી હુમલો છે. આ હુમલા પછી કેટલીક તસવીરો તથા વીડિયો સામે આવ્યા છે. હાલમાં અફઘાનિસ્તાનમાં IS ને ઇસ્લામિક સ્ટેટ ઇન ખોરાસન તરીકે પ્રખ્યાત બન્યું છે કે. જેણે પહેલા પણ કેટલાક નાના-મોટા હુમલા કર્યા હતા તેમજ જેમાં તાલિબાનને પણ નિશાન બનાવ્યું હતું.

અન્ય દેશોએ મદદ કરવાનું બંધ કરી દીધુ:
બીજી બાજુ અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કર્યા પછી કેટલાક દેશોએ મદદ કરવાનું બંધ કરી દીધુ છે. હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે, અમેરિકા સહિતના પશ્ચિમી તથા બીજા દેશો અફઘાનિસ્તાનના નાગરિકોને મદદ તો કરશે પરંતુ તેમાં તાલિબાનને વચ્ચે આવવા દેવાશે નહીં.

આ માટે એક યોજના બનાવાઇ રહી છે કે, જે પ્રમાણે હવે આકાશમાંથી પૈસાનો વરસાદ કરવામાં આવશે કે, જેથી આ પૈસા તેમજ અન્ય વસ્તુઓ સીધી અફઘાનિસ્તાનના નાગરિકોના હાથમાં આવે તેમજ તાલિબાનને સાઇડલાઇન કરી શકાય. હાલમાં અફઘાનિસ્તાનમાં ભુખમરા જેવી સ્થિતિ ઉભી થઈ છે જેને કારણે બાળકોની હાલત સૌથી વધારે ખરાબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *