મકરસંક્રાંતિ પર બિલકુલ માર્કેટ જેવા ઘરે બનાવો તલના લાડુ- જાણો એકદમ પરફેક્ટ બનાવવાની રીત

Make Sesame Ladoo on Makar Sankranti: આમ તો શિયાળાની ઋતુ શરુ થાય એટલે તલની ચિક્કી, લાડૂ( Make Sesame Ladoo on Makar Sankranti) વગેરેનું સેવન લોકો…

Make Sesame Ladoo on Makar Sankranti: આમ તો શિયાળાની ઋતુ શરુ થાય એટલે તલની ચિક્કી, લાડૂ( Make Sesame Ladoo on Makar Sankranti) વગેરેનું સેવન લોકો શરૂ કરી દેતા હોય છે. તલમાં એવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જે શરીરને મજબૂત કરે છે અને સાથે ગોળ શરીરને ગરમ રાખે છે.મકરસંક્રાંતિના દિવસે પણ તલના લાડુ ખાવામાં આવે છે, તેમજ આ દિવસે તલના લાડુ અથવા ચીકી ખાવાનું વિશેષ ધાર્મિક મહત્વ પણ રહેલું હોઈ છે.આ દિવસે તલ ખાવાથી ગ્રહોની વિશેષ કૃપા રહે છે.જો કે મોટાભાગે લોકો બહારથી તૈયાર લાડુ લઈ લેતા હોય છે પરંતુ આ વર્ષે તમે બહાર જેવા જ સ્વાદિષ્ટ લાડુ ઘરે બનાવી શકો છો. તેના માટે તમારે લાડુ બનાવવાની રીતે નોંધવાની છે.

સફેદ તલ 2 કપ (250 ગ્રામ)
ગોળ 1 કપ (250 ગ્રામ)
કાજુ 2 ચમચી
બદામ 2 ચમચી
એલચી પાવડર જરૂર અનુસાર
ઘી 2 ચમચી

રીત
તલના લાડુ બનાવવા માટે પહેલા તલના દાણા સાફ કરી લો, પછી જાડા તળીયાના વાસણમાં તેને શેકો. શેકેલા તલને થોડા ઠંડા થવા દો.ઠંડા થયા પછી તેમાંથી અડધાને કરકરા પીસી લો અને અડધા તલને આખા રાખો.હવે અન્ય એક પેનમાં ઘી ઉમેરો અને તેમાં ગોળ ગરમ કરો. ગોળ ઓગળે એટલે તેમાં તલ સહિત તમામ સામગ્રી ઉમેરો. 5 મિનિટ ધીમા તાપે શેકો અને પછી ગેસ પરથી ઉતારી હથેળી પર ઘી લગાવી અને નાના નાના લાડુ તૈયાર કરો.

તલના લાડુ માટે જરૂરી ટિપ્સ

લાડુની સામગ્રીને હાઇ ફ્લેમ પર શેકવી નહિ
લાડુ બનાવવા માટેની સામગ્રીને ક્યારેય હાઇ ફ્લેમ પર શેકવી કે રાંધવી ન જોઈએ. તેનાથી લાડુનો સ્વાદ બગડી શકે છે. ઉદાહરણ તરીકે, ચણાનો લોટ, તલ અથવા બૂંદીને હાઇ ફ્લેમ પર શેકવાથી તે ડ્રાય, સ્વાદહીન અને કડક ટુકડા બની શકે છે. સામગ્રીને ધીમાથી મધ્યમ તાપ પર શેકવી જોઈએ.

ડ્રાયફ્રૂટ્સને બરાબર ન શેકવા
ડ્રાય ફ્રૂટ્સ અને મસાલાને પહેલા શેક્યા વિના ઉમેરવાથી ડ્રાય ફ્રૂટ્સ ભીના થઈ જાય છે અને લાડુનો સ્વાદ ઓછો થઈ જાય છે. શેકવાથી ડ્રાયફ્રૂટ્સમાંથી મસાલાની સુગંધ અને થોડું તેલ છૂટે છે, જે કોઈપણ મીઠાઈ, ખાસ કરીને નારિયેળના લાડુનું મહત્વનું પાસું છે.

ખૂબ જાડી અથવા પાતળી ચાસણી
લાડુના પરફેક્ટ શેપ માટે ચાસણી પરફેક્ટ હોવી ખૂબ જ જરૂરી છે. જો ચાસણી ખૂબ જાડી કે પાતળી હોય તો તે લાડુને બરાબર વળશે નહીં. ઉપરાંત, તે ખૂબ કડક બની શકે છે.

પૂરતું ઘી કે દૂધ ન ઉમેરવું
એક સામાન્ય ભૂલ એ છે કે લાડુમાં ખૂબ જ ઓછું અથવા દૂધ અથવા ઘી ઉમેરવું. જેના કારણે ભેજના અભાવે લાડુ સારી રીતે બનતા નથી. આ ઉપરાંત, તેમાં કોઈ સ્વાદ રહેતો નથી.