થોડા સમય પહેલાં રાજ્યના સુરત શહેરમાં બેકાબુ ડમ્પર રસ્તા પર સુઈ રહેલ શ્રમજીવીઓ પર ફરી વળતાં એકસાથે 13 જેટલા લોકોના મોત થયા હતાં ત્યારે આવી જ એક કરુણ ઘટના સામે આવી છે. બિલીમોરામાં આવેલ ચિમોડિયા નાકા પાસેથી ગત મોડી સાંજે પગપાળા જતાં 2 શ્રમજીવીને બેકાબૂ ડમ્પરે અડફેટે લીધા હતા.
જેમાં એક શ્રમજીવીનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અન્ય એક શ્રમજીવીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટના સર્જાયા પછી ડમ્પર ચાલક ભાગી ગયો હતો. ઘટના અંગેની જાણ થતાંની સાથે જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળી રહેલ જાણકારી પ્રમાણે, શહેરના જાહેર માર્ગો પરથી પસાર થવું દિવસેને દિવસે જોખમી સાબિત થઇ રહ્યું હોય એમ બિલીમોરામાં આવેલ ચિમોડિયા નાકા નજીક મોડી સાંજે રોજિંદુ કામ પૂરુ કરીને 2 શ્રમજીવી પોતાના ઘરે પાછાં ફરી રહ્યાં હતા.
મનોજ રાજુ પાવસ્કર તથા વિનોદ દયાશંકર ગુપ્તા ઘરે પરત ફરી રહ્યા હતા, આ સમયે એક બેકાબૂ થયેલ ડમ્પરે આ બન્ને યુવકોને અડફેટે લીધા હતા કે, જેમાં મનોજનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું તેમજ વિનોદને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
કાર્યવાહીની પ્રબળ માંગ :
નવસારી જિલ્લામાં કેટલાંક રેતી માફિયાઓના ડમ્પર જાહેર રસ્તા પર યમરાજના દૂત બનીને ફરતાં હોય છે ત્યારે ઘણીવાર નિર્દોષ શહેરીજનો અકસ્માત ભોગ બનતા રહેશે કે, જેને લઇ શહેરીજનોમાં ખુબ આક્રોશ ફાટી નીકળ્યો છે તેમજ ગુનેગારોને આ મામલે સજા થાય તેવી લાગણી પ્રસરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle