અમદાવાદ શહેરમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન પીમ મોદી અને મહંત સ્વામી મહારાજના સાથે કરવામાં આવી હતી, હાલ નગરમાં લાખો હતી ભક્તો દર્શન માટે આવે છે. અને આ મહોત્સવને સફળ બનાવવા માટે હજારો હરિભક્તો છેલ્લા બે-ત્રણ મહિનાથી પોતાનું કામ છોડીને અહીં સેવાનું કામ કરી રહ્યા છે. નગરમાં સેવા મારે વિદેશથી પણ હરિભક્તો પોતાનું કામકાજ મૂકીને અહીં પોતાની સેવા આપી રહ્યા છે.
ત્યારે સેવામાં એવા પણ હરિભક્તો છે જે કરોડો રૂપિયા કમાતા હોય છતાં પણ નગરમાં ટોયલેટ સાફ કરવાની સેવા કરી રહ્યા છે. અહી ટોયલેટ સ્ફાયની સેવામાં સીએ અને મેનેજમેન્ટ જેવી ઉચ્ચ ડિગ્રી મેળવેલા લોકો પણ સેવા કરી રહ્યા છે. આજે અપને જે વ્યક્તિની ચર્ચા કરીશું તે IIT ખડકપુરમાં ભણેલા છે, હાલ તેઓ વડોદરામાં ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે.
નગરની મુલાકાત લેવા આવ્યા હરિભક્તોને અગવડના થાય એ માટે નગરમાં 240 જેટલા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે. નગરમાં મહિલાઓ માટે પિંક અને પુરુષો માટે બ્લુ ટોયલેટ બનાવવામાં આવ્યા છે. અહીં દર એક કલાકે તમામ ટોયલેટ સાફ કરવામાં આવે છે. અને ટોયલેટ સાફ કરવામાં આવે છે અને ટોયલેટ માંથી દુરગંધ બહાર ન આવે તે માટે ટોયલેટ ની બહાર સુગંધિત ફૂલોનું પ્લાન્ટેશન બનાવામાં આવ્યા છે. આવા જોરદાર મેનેજમેન્ટની ચર્ચાઓ ચારે બાજુ થય રહી છે.
આ સેવકનું નામ યશ પટેલ છે. યશ પટેલ ટોયલેટની સાફ-સફાઈ વ્યવસ્થાની દેખરેખ કરી રહ્યા છે. યશ વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આઇઆઇટી ખડકપુરમાં પીજી ડિપ્લો ઇન રબર ટેકનોલોજીમાં યશે અભ્યાસ કર્યો છે. વડોદરામાં તેઓ વર્ષે અંદાજે આઠથી દસ લાખ રૂપિયાના પેકેજ વાળી નોકરી કરી રહ્યા છે.
યશ સાથે વાત કરતા તેને જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ ભક્તોના રોલ મોડલ હતા. યશે કહ્યું કે, પોતાના ઘરે ક્યારેય ટોયલેટ સાફ કર્યું નથી. પરંતુ બાપા નાનામાં નાનું કામ પણ જાતે કરતા હતા. અને તેથી મને આ કાર્ય કરવાની પ્રેરણા મળી છે. અને તેથી યશ પોતાની નોકરી છોડીને અહી સેવામ્જાતે આવ્યા છે.
તમને જણાવી દયે કે, સીએ નો અભ્યાસ કરતા શોભિત પટેલ પણ અહીં ટોયલેટ સાફ કરવાનું કામ કરે છે. તેમની સાથે જ્યાં વાત થય ત્યારે તેમને જણાવ્યું કે, કોઈ પણ કાર્ય નાનું નથી. મને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપવાનો મોકો મળ્યો છે અને એ વાત મારા માટે ખૂબ જ મોટી છે. આવી જ રીતે ઘણા હરિભક્તો કોઈપણ પ્રકારના અભિમાન વગર નાનામાં નાનું કામ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.