રાજ્યમાં આવેલ ડાયમંડ સિટી તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાતાં એવાં સુરત શહેરમાંથી અવારનવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ એક સમાચાર સામે આવી રહ્યાં છે. છેલ્લા થોડા સમયથી સતત વિવાદોમાં ઘેરાઈ ગયેલ સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 6 વર્ષમાં કૂતરાઓનું ખસીકરણ કરવા માટે કુલ 3.47 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો.
RTI એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલ સવાલોના જવાબ આપતાં પાલિકા જણાવે છે કે, ટેન્ડર પ્રક્રિયા દ્વારા કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે. જેની અંતર્ગત છેલ્લા છ વર્ષમાં કુલ 47,133 કૂતરાઓ પકડી લેવામાં આવ્યાં છે ત્યારે હાલમાં પણ કુતરા કરડયા હોવાના બનાવ સામે આવી રહ્યાં છે.
શહેરમાં આવેલ પાંડેસરા વિસ્તારમાં હડકાયાં કૂતરાનો ત્રાસ વધી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. હાલમાં જ આવિર્ભાવ સોસાયટી-2માં રહેતાં હડકાંયા કૂતરાંએ કુલ 10 જેટલા લોકોને બચકાં ભરી લીધા હતાં. જેમાંથી 2 બાળક સહિત કુલ ત્રણ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.
શાકભાજીની લારી ચલાવનારને કરડ્યું :
પાંડેસરા વિસ્તારમાં હડકાયું કૂતરૂં દોડતું દોડતું શાકભાજીની લારી પર બેસી ગયું હતું. ત્યારપછી મહિલાના હાથ પર કરડ્યું હતું. જેને કારણે મહિલાને પણ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સોસાયટીમાં કુલ 10 જેટલા લોકોને હડકાયું કૂતરૂં કરડ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
બે બાળકોને પણ શિકાર બનાવ્યા :
ફક્ત 6 વર્ષીય અંકિત મગેશ પાટીલ, 9 વર્ષીય આરવ ગંગણી તથા 40 વર્ષીય આશાબાઈ બટુકભાઈને પણ કૂતરૂં કરડી ગયું હતું. કૂતરૂં હડકાયું હોવાની જાણ થતાંની સાથે જ લોકો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યાં હતા તેમજ હડકાયાં કૂતરા વિરોધી રસી મૂકાવવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle