Berlin Phallic Drawing News: જર્મનીના બર્લિનમાં એક વિચિત્ર અને ‘વાંધાજનક’ દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં ક્રુઝબર્ગ જિલ્લાની ફ્રી વોલ્ડોર્ફ સ્કૂલની છત પર લગભગ 100 ફૂટ (Berlin Phallic Drawing News) લાંબા પેનીસનું આર્ટવર્ક મળી આવ્યું હતું. આ વિશાળ ફૅલિક તસવીર કોઈ માણસે નહીં, પણ અંતરિક્ષમાંથી ક્લિક કરી છે. સફેદ રંગથી બનાવેલ પેનિસની આ પેઈન્ટિંગ એટલી મોટી હતી કે અવકાશમાંથી ગૂગલ સેટેલાઈટે જોયું અને ક્લિક કર્યું. ગૂગલ મેપ્સ પર આવ્યા પછી, આ આર્ટવર્ક ઓનલાઈન થયા પછી ભારે આકર્ષણ જમાવ્યું. આ મામલો જર્મનીના બર્લિનના ક્રુઝબર્ગ જિલ્લાની ફ્રી વોલ્ડોર્ફ સ્કૂલ સાથે સંબંધિત છે.
આ તસવીર સરેરાશ પેનિસના 13 સેમી કરતા 161 ગણી મોટી છે, જેને અવકાશમાંથી પણ જોઈ શકાય છે અને ગૂગલના સેટેલાઇટને તેની તસવીર લેવામાં કોઈ મુશ્કેલી પડી નથી.
આ આર્ટવર્ક 2022 માં જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તેના વિશેની ચર્ચા આજે પણ ચાલુ છે. આજદિન સુધી આ તોફાની કૃત્યમાં સંડોવાયેલા લોકો વિશે કોઈ સ્પષ્ટ અહેવાલ નથી. બિલ્ડિંગની છત પર વિશાળ શિશ્ન તેના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું કે બહારના લોકોએ તે સ્પષ્ટ કરવા માટે શાળાએ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. 100 ફૂટ લાંબુ શિશ્ન કોણે બનાવ્યું તે હજુ પણ રહસ્ય છે. જો કે, આ કામમાં કોઈ તોફાની વ્યક્તિ કે શેરી કલાકારની સંડોવણી હોવાની અટકળો છે.
Someone painted a giant penis on the roof of an elementary school in Germany. pic.twitter.com/PZMdIMt7Dj
— Daily Loud (@DailyLoud) February 28, 2025
આ આર્ટવર્ક વિશે જાણ્યા પછી, શાળા પ્રશાસને તેને છુપાવવા માટે તમામ શક્ય પગલાં લીધાં. તેની કિનારીઓ પર પેઇન્ટિંગ કરીને તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેના સામાન્ય કદ અને આકારને ભૂંસી શક્યા નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App