રેલવે સ્ટેશન પર વ્હીલચેર વાપરી તો પકડાવ્યું 10,000 રૂપિયાનું બિલ, જાણો ક્યાંનો છે મામલો

Indian Railway Department: દિલ્હીના હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પર એક પોર્ટર દ્વારા એક એનઆરઆઈ પરિવાર પાસેથી ફ્રી વ્હીલચેર સેવા માટે 10000 રૂપિયા વસૂલવાનો (Indian Railway Department) મામલો સામે આવ્યો છે. આ ઘટના 28 ડિસેમ્બરના રોજ ઘટી જ્યારે એક ગુજરાતી પરિવાર દિલ્હી આવ્યું હતું.

આ પરિવારે પોર્ટર પાસે વ્હીલચેર અને સામાન ખેંચવા માટે ટ્રોલીની મદદ માગી પરંતુ પોર્ટર તેમની પાસેથી 10000 રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે પરિવારની દીકરી પાયલએ રેલવે સ્ટેશન પર ફ્રી વ્હીલ ચેર સેવા વિશે સાંભળ્યું તો તેણે ભારતીય રેલવેમાં આ મામલે ફરિયાદ કરી હતી.

મૂળ ગુજરાતની અને લંડનમાં રહેતી પાયલ પોતાના માતા પિતા અને પતિ સાથે 28 ડિસેમ્બરના રોજ આગરા જવા માટે દિલ્હી આવી હતી. તેમણે હજરત નિઝામુદ્દીન સ્ટેશન પર પોર્ટરની મદદ માગી જેનાથી તેના માતા પિતાને બેસાડી પ્લેટફોર્મ સુધી પહોંચાડી શકાય. અને સામાન લઈ જવા માટે મદદ પણ મળે. આ સેવા માટે 10000 રૂપિયાની માંગણી કરી, જે કોઈ સવાલ કર્યા વગર જ આપી દીધા અને તે પોતાના રૂટ પર આગળ વધી.

અચાનક થયો ખુલાસો
આગરા પહોંચ્યા બાદ પાયલે આ ઘટના એક ટેક્સી ડ્રાઇવર અનિલ શર્માને કહી. તેણે જણાવ્યું કે રેલવે સ્ટેશન પર વ્હીલ ચેર ફ્રીમાં મળે છે. તેણે વધારે કહ્યું કે પોર્ટર ફક્ત નજીવી કિંમત વસૂલી શકે છે પરંતુ 10000 રૂપિયા વસૂલવા એ સંપૂર્ણ રીતે ખોટું છે. ત્યારબાદ પાયલે આગરા સ્ટેશન પર સરકારી રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

રેલ્વે વિભાગે તપાસ કરી અને કાર્યવાહી કરી
રેલ્વે અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજની મદદથી પોર્ટરની ઓળખ થઈ ગઈ. પોર્ટર ને 9000 રૂપિયા પાછા આપવા માટે કહેવામાં આવ્યું અને તેનું લાયસન્સ પણ કેન્સલ કરવામાં આવ્યું હતું. રેલવે આ ઘટનામાં કડક વલણ અપનાવ્યું હતું. અને કહ્યું કે આ રેલ્વે વિભાગની છબીને ખરાબ કરે છે અને યાત્રીના વિશ્વાસ ને નુકસાન પહોંચાડે છે.