રાજ્યમાં લોકોના જીવ બચાવવા માટે શરૂ કરાયેલી 108ની સુવિદ્યા વિવાદમાં આવી છે. રાજકોટમાં 45 મિનિટ સુધી 108ની એમ્બ્યુલન્સ ન આવતા સીએમના પિતરાઇ ભાઇનું નિધન થયું હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ ઘટનાને લઈને સીએમ વિજય રૂપાણીએ કલેકટરને તપાસના આદેશ આપ્યા છે.તો કલેકટરે પણ 108 એમ્બ્યુલન્સમાં જેની બેદરકારી હતી. તેના રિપોર્ટ બાદ કાર્યવાહી થશે તેમ કહ્યુ છે.
લોકોના જીવ બચાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી એમ્બ્યુલન્સ 108ની બેદરકારીના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માસીયાઈ ભાઈએ જીવ ગુમાવવો પડ્યો હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. સામાન્ય રીતે ઘણી વખત 108 ઘટનાસ્થળે સમયસર ન પહોંચતી હોવાની ફરિયાદો થતી હોય છે પરંતુ તંત્ર કોઈનું સાંભળતું નથી, પરંતુ હવે 108 ની બેદરકારીના કારણે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માસીના દિકરાએ જીવ ખોયો છે ત્યારે મુખ્યમંત્રીની આંખ ઉઘડી છે અને તાત્કાલિક તપાસના આદેશ આપી દીધા છે.
સંપુર્ણ વિગતો જોઈએ તો ગત 4 ઓક્ટોબરના રોજ રાજકોટના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે રહેતા મુખ્યમંત્રીના માસિયાઈ ભાઈ અનિલભાઇ સંઘવીને શ્વાસની તકલીફ થતા તેમના પુત્ર ગૌરાંગભાઇ અને પરિવારજનોએ પોતાના મોબાઇલમાંથી 108ને ફોન લગાડ્યો હતો, પરંતુ શરૂઆતમાં 15-20 મિનિટ મોબાઇલ પર 108ને ફોન કરતા સતત વ્યસ્ત આવ્યો હતો અને બાદમાં લેન્ડલાઇનમાંથી ફોન લાગ્યો હતો, પરંતુ ઓપરેટરેની ગેરસમજના કારણે 108ની ગાડી છેક ઇશ્વરિયા ગામ સુધી પહોંચી ગઇ હતી. જ્યારે એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી ત્યારે તેમનું મોત થયું હતું.
મૃતક અનિલભાઈ મુખ્યમંત્રી રુપાણીના સંબંધી હોઈ, મુખ્યમંત્રી મંગળવારે રાજકોટ તેમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે ગયા હતા ત્યારે સમગ્ર હકીકત ધ્યાન પર આવી હતી અને વિજય રુપાણીએ તુરંત જ કલેક્ટરને આવું કેમ થયું તે અંગે તપાસ કરવા સૂચના આપી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા એ દરમિયાન તેમના માસીના દીકરા અનિલભાઇ કેશવલાલ સંઘવીનું અવસાન થતા તેમના પરિવારજનોને સાંત્વના આપવા તેમના નિવાસ સ્થાન સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે ગયા હતા. પરિવારજનોએ 108ની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવતા તુરંત મુખ્યમંત્રીએ કલેક્ટરને આ અંગે તપાસ કરવા અને ભવિષ્યમાં અન્ય કોઇ વ્યક્તિ સાથે આવું ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જો 108 ની બેદરકારીના કારણે આવી રીતે ઘણા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે પરંતું સરકારના પેટનું પાણી પણ હલતું નહોતું, પરંતુ મુખ્યમંત્રીના પોતાના સંબંધીએ જીવ ગુમાવ્યો ત્યારે સરકારની આંખ ઉઘડી છે અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.