વડોદરા(Vadodara): શહેરના વડસર(Vadsar) રોડ ઉપર રહેતી 15 વર્ષની વિદ્યાર્થિનીએ થોડા સમય અગાઉ જ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જો વાત કરવામાં આવે તો ગઈકાલે મોડીરાત્રે પોતાના ઘરમાં જ દીકરીએ ઓઢણીથી ગળેફાંસો ખાઇ આપઘા(Suicide) કરી લેતા પરિવારમાં ચકચાર મચી જવા પામી છે.
દીકરીના પિતાએ જાણો શું કહ્યું?
આ આપઘાતની ઘટના અંગે વિદ્યાર્થિનીના પિતાએ જણાવતા કહ્યું હતું કે, મારી દીકરી ભણવામાં હોશિયારી હતી, કયાં કારણોસર આવું ગંભીર પગલું ભર્યું તે અંગે મને પણ જાણ નથી. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વિદ્યાર્થિનીના રહસ્યમય મોતની તપાસ હાથ ધરવામાં આવી છે.
15 વર્ષીય દીકરીનો આપઘાત:
મળતી માહિતી અનુસાર, શહેરના વડસર મધુ સાગર સોસાયટીમાં રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિની પ્રિયા મુકેશભાઇ જોશી (ઉં.વ.15)એ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. માત્ર 15 વર્ષની દીકરીએ આપઘાત કરી લેતા સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી હતી. આ વિદ્યાર્થિનીએ ગયા માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષા આપી હતી.
આઘાતમાં સરી પડ્યો પરિવાર:
મહત્વનું છે કે, ગત મોડી રાત્ર દરમિયાન પ્રિયાએ પોતાના બેડરૂમના પંખા ઉપર ઓઢણીથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સવારે પિતા મુકેશભાઇ જોશીએ દીકરીને પંખા ઉપર લટકેલી જોતા સ્તબ્ધ થઈ ગયા હતા અને આઘાતમાં સરી પડ્યા હતા. મુકેશભાઇ જોશીનો રડવાનો અવાજ સાંભળીને પરિવારના અન્ય લોકો તેમજ પાડોશી અને સ્થાનિક લોકો તેના ઘરે દોડી આવ્યા હતા.
હાલમ તો પોલીસ દ્વારા પિતાના નિવેદનના આધારે આપઘાતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.