ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડતા પીકનીક મનાવવા ગયેલા 6 જીગરજાન મિત્રો સહીત 11 લોકોના મોત- ‘ઓમ શાંતિ’

મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં બુધવારે ગરમી, ભેજ અને પછી વરસાદ વચ્ચે અનેક જગ્યાએ વીજળી પડી હતી. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ વીજળી પડવાથી આઠ લોકોના મોત(Eight deaths) થયા છે. જેમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૌથી વધુ મોત શ્યોપુરમાં થયા છે. શ્યોપુરના કરહાલ બ્લોકના અજનોઈ ગામ પાસેના જંગલમાં છ મિત્રો પિકનિક કરી રહ્યા હતા. આ દરમિયાન વીજળી પડવાથી છ મિત્રોના મોત થયા હતા. ભિંડના ગોરમી પોલીસ સ્ટેશનના સુકંદ ગામમાં વીજળી પડવાથી બે મહિલાઓના મોત થયા છે. છતરપુરમાં પણ માતા-પુત્ર સહિત ત્રણના મોત થયા છે.

આ સાથે શિવપુરીના બગરબારા ગામમાં વીજળી પડવાથી અકલાવતી (35) પત્ની રામસ્વરૂપ લોધીનું મોત થયું હતું. જ્યારે માલતી (32) પત્ની વિરેન્દ્ર લોધી વીજળી પડવાને કારણે ઘાયલ થઇ હતી. ગ્વાલિયરના તિઘરાના ગમદીપુરામાં નાથારામ બઘેલ અને જિલ્લાના ભીતરવાર વિસ્તારના બગવાઈ ગામના રહેવાસી બેતાલ સિંહ ગુર્જર (32) પુત્ર હરનામ સિંહ ગુર્જરનું પણ વીજળી પડવાથી મોત થયું હતું.

છતરપુરમાં વીજળી પડવાથી ત્રણના મોત:
છતરપુર જિલ્લામાં પણ વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. રામપ્યારી અહિરવાર (50), તેનો 25 વર્ષીય પુત્ર મુકેશ અહિરવાર બાદમલ્હારા પોલીસ સ્ટેશન વિસ્તારના મહારાજગંજ ગામમાં ગધિયા તળાવમાં સ્થિત તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો. વીજળી પડતાં માતા-પુત્ર બંનેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *