બારાબંકીના એક ગામમાં તે સમયે કોહરામ મચી ગયો જ્યારે એક પાકી દિવાલ પડી ગઈ અને તેની નીચે 11 લોકો દબાઈને ઘાયલ થઈ ગયા. ગામલોકોની મદદથી પોલીસે તમામ લોકોને ઈલાજ માટે સ્થાનિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે જ્યાંથી છ લોકોને ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને જિલ્લા હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા છે.
દિવાલ પડવાથી મચ્યો હડકંપ
આ ઘટના બારાબંકી વિસ્તારના ફતેપુર પોલીસ સ્ટેશનના ઔરંગાબાદ ગામની છે. જ્યાં લગભગ ૧૧ જણા દિવાલ ઉપર રાખેલા છાપરા ને હટાવવા માટે ભેગા થયા હતા. આ લોકોએ જેવું છાપરાને જોર લગાવીને ખેંચ્યું કે તરત જ દિવાલ પડી ગઈ હતી. દિવાન પડવાથી તેના નીચે 11 ગ્રામીણો દબાઈ ગયા હતા અને ચિચિયારીઓ શરૂ થઈ ગઇ હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે ગ્રામીણોની મદદથી ઘાયલોને સ્થાનિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં મોકલ્યા હતા. જ્યાંથી ગંભીર રીતે ઘાયલ થયેલા છ લોકોને જીલ્લા હોસ્પિટલમાં ઇલાજ માટે દાખલ કરવામાં આવ્યા હતા.
લોકોને પહોંચી ગંભીર ઇજાઓ
ઔરંગાબાદ નિવાસી એ જણાવ્યું કે તેઓ પોતાની દિવાલ ઉપર રાખેલા છાપરાને હટાવવા માટે ગ્રામજનોને બોલાવ્યા હતા અને છાપરુ ઉતારતી વખતે અચાનક દિવાલ પડી ગઈ હતી. તેની નીચે 8 થી 10 લોકો દબાઈ ગયા. લગભગ છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેને જીલ્લા હોસ્પિટલમાં ઇલાજ માટે મોકલવામાં આવ્યા છે. ઘટનાસ્થળે હાજર રહેલા સાક્ષીઓએ જણાવ્યું કે દીવાલ ઉપરથી છાપરું હટાવવામાં આવી રહ્યું હતું. તે સમયે જ દીવાલ પડી ગઈ અને તેની નીચે ૧૦ થી ૧૨ લોકો દબાઈ ગયા. રડવાનો અવાજ સાંભળી તે લોકો તે જગ્યાએ આવ્યા અને તમામ લોકોને ત્યાંથી બહાર કાઢ્યા. તમામ લોકોનો ઇલાજ સ્વાસ્થ્ય કેન્દ્રમાં ચાલી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle