દિલ્હી: કોરોના કાળ દરમિયાન નીકળેલા બર્ડ ફ્લુથી આ વર્ષે પહેલું મોત નીપજ્યું હોવાનું હાલમાં સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, દિલ્હી એમ્સમાં જીવ ગુમાવનાર બાળક H5N1 વાયરસથી સંક્રમિત હતો. જે એવિયન ઈન્ફ્લૂએન્ઝા અથવા બર્ડ ફ્લૂ પણ કહેવામાં આવે છે. જેની પુષ્ટિ પૂણેના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના એક રિપોર્ટમાં કરવામાં આવી છે.
આ અંગે, સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું કે તેમના કોવિડ 19ના રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. પરંતુ, ઈન્ફ્લૂએન્ઝાના ટેસ્ટ પોઝિટિવ આપ્યા છે. તેનામાં એનઆઈવીએ H5N1ની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, નિમોનિયા અને લ્યૂકેમિયાની સાથે 2 જુલાઈએ દાખલ થયેલા બાળકનું નામ સુશીલ હતુ. તેના સંપર્કમાં આવેલી હોસ્પિટલની સાથે કર્મચારીઓ દ્વારા શક્ય સંક્રમણના લક્ષણો અને રિપોર્ટની ઓળખ કરી તેને આઈસોલેશનમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતુ.
મળતી માહિતી મુજબ, સુશીલના ગામમાં H5N1ના વધારે મામલાની તપાસ કરવા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલની એક ટીમને હરિયાણા મોકલવામાં આવશે. આ વર્ષની શરુઆતમાં હરિયાણા સહિત અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂના મામલાની ભારે લહેર બાદ હજારો જંગલી પક્ષી મૃત જોવા મળ્યા હતા અને હજારો મરઘી મારી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે.
જોકે, અનેક સંક્રમણ વાયરસના એક અલગ પ્રકાર H5N1ના હતા. વિશેષજ્ઞોનું કહેવું છે કે, આ મનુષ્યો માટે ઓછો ખતરો છે. તેમ છતાં જાન્યુઆરીના અંત સુધી કેન્દ્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું હતુ કેમ કે, આ મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢની સાથે સાથે કેરળ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી અને પંજાબમાં પણ પોલ્ટ્રીની વચ્ચે બર્ડ ફ્લૂની પુષ્ટી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.