માતા-પિતાએ ક્રૂરતાની હદ પાર કરી: 11 વર્ષનો માસુમ સતત 2 વર્ષ સુધી 22 કૂતરાઓ વચ્ચે કેદ રહ્યો – જુઓ વિડીયો

મહારાષ્ટ્ર(Maharashtra): પુણે(Pune)માં એક માતા-પિતાએ પોતાના પુત્ર સામે ક્રૂરતાની હદ વટાવી દીધી છે. પુણેના કોંધવા(kondhva) વિસ્તારમાં, એક માતા-પિતા(mother-father)એ તેમના 11 વર્ષના(Son)ને બે વર્ષ સુધી 22 કૂતરા સાથે નાના ફ્લેટ(Flat)માં રહેવા દબાણ કર્યું. આ કેસમાં માતા-પિતાની ધરપકડ કરવામાં આવી છે. જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કોંધવાના ક્રિષ્નાઈ બિલ્ડીંગના રહેવાસીઓએ ચાઈલ્ડ લાઈન સંસ્થાના અનુરાધા સહસ્રબુદ્ધેને જાણ કરી કે એક નાનો બાળક આખો દિવસ ફ્લેટની ગેલેરીમાં બેસી રહેતો હતો અને ઘરની અંદરથી કૂતરાઓના ભસવાનો અવાજ આવતો હતો. બાળકના માતા-પિતા સવારે ઘરેથી નીકળી જાય છે અને બાળક કૂતરાઓ વચ્ચે રહે છે.

આ ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ચાઈલ્ડ લાઈનની મદદથી ક્રિષ્નાઈ બિલ્ડીંગના ફ્લેટમાં દરોડો પાડી બાળકને કૂતરાઓ વચ્ચેથી બહાર કાઢીને બાળ કલ્યાણ કેન્દ્રને સોંપ્યું હતું અને બાળ સુધાર ગૃહમાં મોકલી આપ્યું હતું. તે જ સમયે, માતા અને પિતા વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 23 અને 28 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ અંગે પોલીસ ઈન્સ્પેક્ટર સરદાર પાટીલે જણાવ્યું કે, આરોપીઓના નામ સંજય લોઢિયા અને શીતલ લોઢિયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સંજય લોઢિયા અને શીતલ લોઢિયા કોંઢવા વિસ્તારની કૃષ્ણાઈ બિલ્ડિંગમાં રહે છે. તેઓ જે ઘરમાં રહે છે ત્યાં 20 થી 22 કૂતરા પણ રાખવામાં આવ્યા છે. તમામ શ્વાનને રસ્તા પરથી ઉપાડીને ઘરમાં રાખવામાં આવ્યા છે.

નવાઈની વાત એ છે કે, સંજય અને શીતલે તેમના 11 વર્ષના પુત્રને આ 22 કૂતરા સાથે બે વર્ષ સુધી બેડરૂમ કિચન સાથેના ફ્લેટમાં રાખ્યા હતા. પાડોશીઓએ પોલીસને જણાવ્યું કે, બાળક બારીમાં બેસીને કૂતરાની જેમ વર્તે છે. કોરોનાને કારણે શાળા બે વર્ષથી બંધ હતી. હવે જ્યારે શાળા શરૂ થઈ ત્યારે આ બાળક વિદ્યાર્થીઓને કૂતરાની જેમ કરડતો હોવાનું સામે આવ્યું.

પોલીસ આ અંગે શાળા પ્રશાસન પાસેથી માહિતી મેળવવાની છે. આ મામલામાં ચાઈલ્ડ લાઈનના સંયોજકો અપર્ણા મોદક અને અનુરાધા સહસ્રબુદ્ધેએ જણાવ્યું કે, જ્યારે તેઓએ ઘરનું નિરીક્ષણ કર્યું ત્યારે 11 વર્ષનો છોકરો ઘરમાં કૂતરા સાથે જોવા મળ્યો હતો અને તેની આસપાસ 20-22 કૂતરાં જોવા મળ્યા હતા. તે બધા રખડતા કૂતરાઓ છે. આ ઉપરાંત, તેના રૂમમાં પણ ઘણી ગંદકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *