Chhattisgarh News: છતીસગઢના કોરબા જિલ્લામાં ધોરણ 11મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી દ્વારા સમય પહેલા જ બાળકને જન્મ આપ્યા બાદ સરકારી હોસ્ટેલના (Chhattisgarh News) સુપ્રિટેન્ડેન્ટને સસ્પેન્ડ કરવામાં આવી છે. ગર્ભાવસ્થાના સાતમા કે આઠમા મહિને જન્મેલી બાળકીની હાલત ગંભીર જણાઈ રહી છે.
એક અધિકારીએ જણાવ્યું કે કોરબા ગામના કસ્તુરબા ગાંધી હોસ્ટેલમાં આ ઘટના મંગળવારે સામે આવી છે. ત્યારે હોસ્ટેલના વોર્ડનને ફરજમાંથી છૂટી કરવામાં આવી હતી. તેને અન્ય વિદ્યાર્થીનેઓએ જણાવ્યું હતું કે 17 વર્ષીય વિદ્યાર્થીની બીમાર છે. હોસ્ટેલ કમ સ્કૂલ આદિવાસી વિભાગ દ્વારા સંચાલિત છે.
ટોયલેટ ની બારીમાંથી નવજાતને બહાર ફેંક્યું
હોસ્ટેલમાં રહેતી અન્ય વિદ્યાર્થીનીઓએ વોર્ડનને આ વિશે જણાવ્યું કે સોમવારની મોડી રાત્રે તે ઉલટી કરી રહી હતી. વોર્ડનના જણાવ્યા અનુસાર જ્યારે તેના રડવાનો અવાજ સાંભળ્યો તો કેમ્પસમાં એક નવજાત બાળક મળી આવ્યું હતું. હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ વિદ્યાર્થીનીએ સ્વીકાર કર્યો કે તેણે બાળકીને જન્મ આપ્યો હતો અને સોમવારની મોડી રાત્રે ટોયલેટની બારીમાંથી બહાર ફેંકી દીધું હતું.
હોસ્ટેલ સુપ્રીટેન્ડેન્ટ થઇ સસ્પેન્ડ
કોરબા કલેક્ટર અજીત વસંત એ કહ્યું હતું કે હોસ્ટેલ સુપ્રીટેન્ડેન્ટની કથિત લાપરવાહીને કારણે તેને ફરજ મુક્ત કરવામાં આવી છે, કારણ કે તેમને એ પણ ખબર ન હતી કે છોકરી ગર્ભવતી છે, અને તેમણે સ્વાસ્થ્ય અને મહિલા બાળ વિભાગની તપાસના આદેશ આપ્યા છે. કોરબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બાળ રોગના વિશેષજ્ઞ ડોક્ટર રાકેશ વર્માએ કહ્યું કે નવજાતની સ્થિતિ ગંભીર છે. તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App