12 year old boy murder of 6 year child: ઉત્તર પ્રદેશના રામપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 12 વર્ષના બાળક પર 6 વર્ષના માસૂમ બાળકની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. તમને જણાવી દઈએ કે હત્યાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જ પડોશમાં રહેતો 12 વર્ષનો બાળક શંકાના દાયરામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે પોલીસે બાળકની પૂછપરછ કરી તો તેણે પોલીસની સામે સમગ્ર ઘટના જણાવી.
હાલ પોલીસે આરોપી 12 વર્ષના છોકરાની ધરપકડ કરી લીધી છે. પોલીસે મૃતક માસૂમના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતકના ઘરમાં અફરાતફરીનો માહોલ છે ત્યારે આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક માસૂમનું નામ યુગ યાદવ છે. તેના પિતા યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે, જ્યારે મેં જોયું તો મારા પુત્રના શરીર પર કોઈ કપડા નહોતા અને તેના માથાનો ભાગ કચડાયેલો હતો. મારો એક જ દીકરો હતો, હમણાં જ તેને LKG માં દાખલ કરાવ્યો હતો. મૃતકના પિતાએ જણાવ્યું કે, મારો પુત્ર 1-2 કલાકથી ગુમ હતો અને અમને તેની લાશ મળી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી બાળકની ઉંમર 12 વર્ષ છે. બાળક ખૂબ નાની ઉંમરે દારૂના નશામાં છે. મળેલી માહિતી અનુસાર તે દારૂ પીવે છે અને સ્મોકિંગ કરે છે. આરોપી બાળકે ઘટના વિશે બધું જ જણાવી દીધું છે. પોલીસે આરોપી બાળકની ધરપકડ કરી છે.
આ સમગ્ર મામલે પોલીસ અધિક્ષક ડૉ. સંસાર સિંહે જણાવ્યું કે, પોલીસ સ્ટેશન સિવિલ લાઇન વિસ્તારના રહેવાસી યોગેન્દ્ર યાદવે પોલીસને જાણ કરી કે તેનું બાળક ગુમ થયું છે. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરતા સિવિલ લાઇન પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરી પૂછપરછ હાથ ધરી હતી. તે જ સમયે યોગેન્દ્ર યાદવના પાડોશી જે 12 વર્ષનો છે, તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી બાળકે કહ્યું કે મેં માસુમને મારી નાખ્યો અને હાઈવેની બાજુમાં પેટ્રોલ પંપ પાસેના ખાડામાં ફેંકી દીધો. પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, ‘પોલીસે મૃતદેહ મેળવી લીધો છે. હત્યા વખતે વપરાયેલ હથિયાર પણ મળી આવ્યું છે. આરોપી બાળકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube