મધ્યપ્રદેશમાં, ધોરણ 4માં ભણતા 12 વર્ષના વિદ્યાર્થીએ મોબાઇલ ગેમ રમવાનો ઇનકાર કર્યા બાદ તેના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. સોમવારે સાગર જિલ્લા મથકથી 20 કિમી દૂર ઢાના ગામમાં આ ઘટના બની હતી.
ઢાના ચોકીના ઇન્ચાર્જ નીરજ જૈને મંગળવારે જણાવ્યું હતું કે, મોબાઈલ પર ગેમ રમવાની ના પાડી તેથી રોહન પટેલે આપઘાત કરી લીધો હતો. તેને મોબાઈલ પર ‘ફ્રી ફાયર’ રમવાનું વ્યસન હતું. તેના પિતા સીતારામ પટેલને કુલ્ફીની લારી છે. સોમવારે સવારે તેણે તેને મોબાઈલ ગેમ્સ રમવાની મનાઇ કરી હતી અને મોબાઈલ આપ્યો ન હતો. આ પછી, તેના પિતા કોઈ કામથી બહાર ગયા હતા.
થોડા સમય પછી જ્યારે તે ઘરે પરત ગયા, તેણે રોહનને બુમ પાડી અને તેને જમવાનું કહ્યું. પણ રોહને બપોરનું ભોજન કર્યું ન હતું. તેના પિતાનું કહેવું છે કે, મોબાઇલ ન મળતાં તે ગુસ્સે હતો. ત્યારબાદ, રોહન ઘરની બીજી રૂમમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો હતો. રોહનની માતા રસોઇ બનાવતી હતી અને પરિવારના અન્ય સભ્યો જમતા હતા.
આ દરમિયાન રોહને ટુવાલ વડે ફાંસી લગાવી દીધી હતી. થોડા સમય પછી, જ્યારે ઘરના લોકોએ રોહનને શોધ્યો, ત્યારે તે બીજી રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જૈને જણાવ્યું હતું કે, પરિવારના સભ્યો તેને તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle