13 people died in the accident: હાલમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અનેક લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.હાલમાં માર્ગ અકસ્માતની આવી જ એક ખુબ ગંભીર ઘટના સામે આવી રહી છે. (13 people died in the accident)આજે સવારે ઓટો રિક્ષા તથા બસ વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં કુલ 13 લોકોના મોત નીપજ્યા છે.
મૃતકોમાં ઓટો રિક્ષાનો ડ્રાઇવર તેમજ તેમાં બેઠેલી કુલ 12 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બધી મહિલાઓ આંગણવાડીમાં શાળાનાં બાળકો માટે રસોઇ બનાવીને પાછી ફરી રહી હતી. અકસ્માતમાં 9 મહિલા તથા ઓટો રિક્ષા ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા.
ઇજાગ્રસ્ત અન્ય 3 મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી કે, જ્યાં તેઓને પણ મૃત જાહેર કરો દેવામાં આવી હતી. અન્ય 3 લોકોને ખુબ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેને લીધે સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.
કાળે બધી જ મહિલાઓને એક જ રિક્ષામાં સમાવી હતી :
પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે, અકસ્માતની આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર 12 મહિલાઓ 2 ઓટોથી પાછી ફરી રહી હતી. માર્ગમાં એક ઓટો રિક્ષા બગડી હતી. ત્યારપછી તેમાં બેઠેલી મહિલાઓની સાથે આવી રહેલ અન્ય બીજી ઓટો રિક્ષામાં બેસી ગઈ હતી. તેમણે નક્કી કર્યું હતું કે, બીજી ઓટો રિક્ષા કરી લઈશું પણ કદાચ મોતએ જ તેમને એક ઓટો રિક્ષામાં સમાવી દીધી હતી.
મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત :
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શિવરાજસિંહે મૃતકોના પરિવારને રૂપિયા 4-4 લાખ તથા ઇજાગ્રસ્તોને કુલ 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
અકસ્માતની આ ઘટના ગ્વાલિયરથી મુરેના રોડ પર ચમન પાર્ક બાજુ જઈ રહી હતી ત્યારે બસ મુરેનાથી ગ્વાલિયર બાજુ આવી રહી હતી. આ સમયે અકસ્માત આનંદપુર ટ્રસ્ટ હોસ્પિટલની સામે સર્જાયો હતો. જેને લીધે એકસાથે 13 લોકોના મોત નીપજ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube