13 year old Nidhi Dogra set 6 world records: જયારે 13 વર્ષની આ દીકરી યોગ કરે છે, તો જોનારા લોકોની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર આ દીકરીનું નામ નિધિ ડોગરા છે. નિધિને યોગની ક્રિયાઓ કરતા જોઈ જોનારા દરેક લોકોના મનમાં એ સવાલ ચોક્કસથી આવે છે કે, આ છોકરી છે કે પછી કોઈ ઈલાસ્ટિકની વસ્તું છે. નિધિએ પોતાના શરીરથી એવી ક્રિયાઓ કરે છે, જાણે કોઈ રબ્બરની ઢીંગલી હોય.
તારીખ 21 જુન ને બુધવારે એટલે કે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને આ ખાસ દિવસ પર અમે આપને હિમાચલ પ્રદેશના હમીરપુરની નિધિ ડોગરા સાથે મુલાકાત કરાવીશું. મળેલી માહિતી અનુસાર નિધિએ યોગમાં 6 વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે.
મળતી માહિતી અનુસાર હમીરપુરના સુઝાનપુરની ચૈરી ખિયૂંદ ગામની રહેવાસી નિધિ ડોગરાએ વર્લ્ડ બુક ઓફ યોગા રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
ફક્ત 13 વર્ષની ઉંમરમાં નિધિ ડોગરાએ પોતાના યોગના દમ પર આંતરરાષ્ટ્રીય ઓળખાણ બનાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નિધિ ડોગરા હમીરપુરમાં સ્કૂલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે અને તેને હિમાચલની રબર ડોલ પણ કહેવાય છે.
નિધિ ડોગરાના પિતા સાથે વાત કરતા પિતા શશિ કુમારએ જણાવ્યું હતું કે, નિધિ ડોગરાને બાળપણથી જ યોગનો શોખ રહ્યો છે. મળતી માહિતી અનુસાર પિતા શશિ કુમાર સરકારી સ્કૂલમાં ડીપી છે અને તે જ દીકરી નિધિને યોગ શિખવાડે છે. હિમાચલમાં નિધિને યોગાની એમ્બેસડર પણ બનાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નિધિ યોગા વર્લ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસડર છે. સાથે જ નિધિ રાષ્ટ્રીય સ્તર પર બોર્ન ટૂ શાઈન સ્કોલરશિપ 2022ની વિજેતા પણ રહી ચુકી છે. જ્યારે નિધિ 8 વર્ષની હતી ત્યારથી જ તેના પિતા તેને યોગ ક્રિયાઓ શિખવાડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.