મધ્યપ્રદેશ(Madhya Pradesh): મધ્યપ્રદેશના રીવામાં દિવાળી(Diwali)ના બે દિવસ પહેલા જ એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં 14 લોકોના જીવન હંમેશા માટે અંધકારમાં ડૂબી ગયા. શનિવાર(Saturday)ની વહેલી સવારે એટલે કે આજે સવારે રીવામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં બસ અને ટ્રક સહિત ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો. બસ અને ટ્રક વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા,
જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા. રીવા જિલ્લાના સોહાગી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સોહાગી પહાડ પાસે શનિવારે વહેલી સવારે બસ અને ટ્રક એકબીજા સાથે અથડાયા હતા, જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા અને 40 મુસાફરો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં સવાર આ તમામ લોકો હૈદરાબાદથી યુપીની રાજધાની લખનૌ આવી રહ્યા હતા.
અનેક લોકોએ હાથ-પગ ગુમાવ્યા
રીવામાં હાહાકાર મચી ગયો જ્યારે રાતના અંધારામાં 100 મજૂરોથી ભરેલી પેસેન્જર બસ એક ટ્રક સાથે અથડાઈ. મળતી માહિતી અનુસાર, આ તમામ મુસાફરો દિવાળીની ખુશી મનાવવા માટે હૈદરાબાદના સિકંદરાબાદથી બસમાં બેસીને લખનૌમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન બસ પહેલા કટની પહોંચી. કટનીથી લખનૌ જતી બસમાં વધુ મુસાફરો ભરવામાં આવ્યા હતા. આ પછી બસ મુસાફરોને લઈને ઉત્તર પ્રદેશના લખનૌ જવા રવાના થઈ.
પરંતુ રસ્તામાં આ દર્દનાક અકસ્માત થયો. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં 100 થી વધુ મુસાફરો હતા અને તેમાંથી મોટાભાગના યુપી જઈ રહ્યા હતા અને કેટલાક બિહારના પણ હતા. હૈદરાબાદના સિકંદરાબાદથી આવી રહેલી બસ સોહાગી પર્વત પાસે પહોંચી ત્યારે આગળ જઈ રહેલી ટ્રક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી.
આ દરમિયાન બસ કાબૂ બહાર નીકળી ગઈ અને તેની બ્રેક્ અને ગિયર્સ કામ કરતાં બંધ થવાથી ટ્રકની પાછળ ઠોકર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના બોનેટ આખું ચૂંદાઈ ગયું અને આગળના તમામ મુસાફરોના મોત થયા હતા. બ્રેક ન લાગવાના કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ અનેક લોકો બસમાં ફસાઈ ગયા હતા, જોકે પોલીસ-પ્રશાસનની તત્પરતાના કારણે તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ઘણા લોકો એવા છે જેમના હાથ-પગ કપાઈ ગયા છે. હાલ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્રીજા વાહન વિશે હજુ સુધી માહિતી સામે આવી નથી. બસ-ટ્રક સ્થળ પર છે, પરંતુ ત્રીજું વાહન કયું હતું તે ધ્યાને આવ્યું નથી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ 22 ઓક્ટોબરે સતના આવી રહ્યા છે. આવી સ્થિતિમાં જિલ્લા પ્રશાસન સોહાગી ટેકરીમાં બચાવકાર્ય પુરજોશમાં કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.