હાલમાં એક એવો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં 15 વર્ષના એક વિદ્યાર્થીએ તેના જ વર્ગમાં સાથે અભ્યાસ કરતી છોકરીના 10 વર્ષના ભાઈને મારી તેને મૃતદેહને નદીમાં ફેકી દીધો હતો. ક્રાઈમ બ્રાંચના 40 અધિકારી અને કર્મચારી દ્વારા પાંચ દિવસ સુધી બાળકની તપાસ કરતા છેવટે તેનો મૃતદેહ મળી આવ્યો છે. આ દરમિયાન મૃત બાળકના પરિવારે જે શક્યતા દર્શાવી હતી તેના આધાર પર સગીર આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે હત્યાની વાત સ્વીકારી હતી.
પોલીસે જ્યારે તેને પૂછ્યું કે, તે શું કર્યું હતું? ત્યારે તેણે જણાવ્યું હતું કે, સર મેં મારા મોબાઈલ પર સાઉથની એક ફિલ્મ જોઈ હતી, જેમાં વિલને હીરોના પરિવારને મારી નદીમાં ફેકી દીધો હતો. ત્યારબાદ પોતાના હાથ-પગ બાંધી અને મો પર કપડું લગાવી નદી કિનારે પડ્યો રહ્યો. જેથી કોઈને શક ન જાય. મને પણ વિચાર આવ્યો કે, રાજા સાથે પણ ફિલ્મના દ્રશ્યો પ્રમાણે પુનરાવર્તન કરું.
રાજાની હત્યાની ઘટનામાં ધરપકડ કરવામાં આવેલા 15 વર્ષના પડોસી પાવલામાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. આ શાળામાં રાજાની મોટી બહેન પણ ધોરણ-10માં અભ્યાસ કરે છે. સગીર આરોપી દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, મૃતક રાજાની બહેન અને તે એક જ શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. બન્ને સારા મિત્ર બની ગયા હતા. આરોપી રાજાની બહેન સાથે ફોન પર વાત પણ કરતો હતો. રાજા અમારી મિત્રતા વિશે જાણી ગયો હતો.
તે ઘણી વખત તેની માતા અને પિતાને તેમની દોસ્તી અંગે જાણ કરી દેશે તેવી ધમકી આપીને પૈસા અને ગેમ રમવા માટે મોબાઈલ લઈ લેતો હતો. હું તેના બ્લેકમેલિંગથી તંગ આવી ગયો હતો. ત્યારબાદ તેણે રાજાને મારી નાંખવાનો નિર્ણય લીધો. ફિલ્મ જોયા પછી તેને આ અંગે આઈડિયા આવ્યો.
મૃતક રાજા 5 માર્ચની રાત્રે આશરે આઠ વાગે ગૂમ થઈ ગયો હતો. 10 માર્ચના રોજ બેલખેડા પોલીસ આરોપીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. 11મી માર્ચથી રાજાની તપાસ SDRF અને હોમગાર્ડની ટીમે નર્મદામાં શરૂ કરી હતી. ચાર દિવસ નર્મદામાં તપાસ કર્યાં બાદ રવિવારે એટલે કે 10માં દિવસે રાજાનો મૃતદેહ ઘટના સ્થળથી 25 કિલોમીટર દૂર નરસિંહપુર જિલ્લામાં મુરાચ ઘાટ પાસેથી મળ્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તેણે વાંસના દંડાથી રાજાના માથા પર ફટકો માર્યો હતો. બેભાન થતા નાની નાવમાં તેને નર્મદા વચ્ચેની ધારા સુધી લઈ ગયો. ત્યારબાદ પાણીમાં ફેકી દીધો હતો.
ઘરે રહેલા દોરડાએ ભેદ ખોલ્યો આરોપી 15 વર્ષિય કિશોર ષડયંત્રબાજ નિકળ્યો. બેલખેડા પોલીસે આ અંગે ખુલાસો કર્યો છે. આરોપી સતત પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. પાંચ માર્ચની રાત્રે રાજા ગુમ થઈ ગયો હતો. રાત્રે આરોપીએ પોતાના હાથ-પગને દોરડું બાંધી અને મોઢા પર કપડુ લગાવેલી અવસ્થામાં જુગપુરા ઘાટ પાસે મળી આવ્યો હતો.
ત્યાંથી નિકળી રહેલા ગામ લોકોની નજર તેની ઉપર પડી તો જણાવ્યું કે, કેટલાક બદમાશ તેને ઉઠાવીને લઈ જઈ રહ્યા હતા. આરોપીનો ઈરાદો હતો કે આમ કરવા અંગે પોલીસને આશંકા થઈ કે રાજાને પણ આ રીતે બદમાશ ઉઠાવી લઈ ગયા હશે. પણ આરોપીથી એક ભૂલ થઈ ગઈ. તેણે પોતાના ઘરે રાખેલા દોરડાનો હાથ-પગ બાંધવા ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેની ઉપર શક ઘેરો થઈ ગયો હતો.
રાજાના પિતા રામદાસે ઘટનામાં પોલીસ પર લાપરવાહી દાખવવાનો આરોપ લગાવ્યો છે. રામદાસે જણાવ્યું હતું કે મે 5 માર્ચની રાત્રે જ કિશોર પર આશંકા વ્યક્ત કરી હતી. પણ પોલીસ અમારા પરિવારની પૂછપરછ કરતી રહી. દિકરીએ પણ તેના વર્ગમાં સાથે અભ્યાસ કરતા પડોસી પર આશંકા વ્યક્ત કરી હતી. જોકે પોલીસે પાંચમાં દિવસે મૃતદેહ મળ્યા બાદ આરોપીની પૂછપરછ કરી હતી. જો પહેલા જ દિવસે પૂછપરચ થાત તો મારો દિકરો બચી ગયો હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle